________________
[ ૮૦ ]
અનુભવ-વાણી ૪. સાદડી સમય સવારે અથવા સાંજે ગમે તે એક સમય ત્રણ કલાકને નક્કી થવો જોઈએ. બહેને માટે બપોરના ૨ થી ૫ અને પુરુષ માટે સાંજના ૪ થી ૭ હોવો જોઈએ. આથી ઘરના લોકોની પણ અનુકૂળતા સચવાય અને આવનારને પણ અનુકૂળતા રહેશે. વધુમાં વધુ બે યા ત્રણ દિવસ સુધી જ સાદડી રહેવી જોઈએ. તે દરમ્યાન જે કઈ સાદડીએ ન આવી શકે તેણે શોકપ્રદર્શિતને પત્ર લખી મોકલો. બીજું સાદડીમાં મરનારની ઉંમર, માંદગી, સારવાર અને ખાસીયત અથવા ગુણગાનનું જ પુનરાવર્તન આખો વખત ચાલુ રહ્યા કરે છે. આથી વાતાવરણની ગંભીરતા તૂટી જાય છે. આ બધે ઈતિહાસ ટૂંકમાં લખી રાખીને તેની બે કે ચાર નકલે સ્ત્રી પુરુષ પાસે મૂકી રાખવી. જેઓને વિગત જાણવાની જિજ્ઞાસા હોય તેઓ વાંચી લે, વાતચીત કે બોલવાનું તદ્દન બંધ રહેવું જોઈએ, થેડી માળાઓ મૂકી રાખવી, જેઓને ધર્મની શ્રદ્ધા હોય તેઓ એકાદ બે માળ પ્રભુનામની પોતપોતાના ધર્મ મુજબ મરનારના નિમિત્તે ફેરવે અથવા થોડો વખત શાંત બેસીને પછી જાય.
૫. સ્ત્રીઓમાં રેકકળ, કૂટવાનું, હે વાળવાનું તદ્દન બંધ કરવું જોઈએ અને વાત કરવાનું પણ બંધ થવું જોઈએ. જેઓની ઈચ્છા હોય તે માળા ફેરવે કે પ્રભુનું નામસ્મરણ કરે. અથવા થોડા સમય બેસીને પછી જાય. ઘરના સ્ત્રી પુરુષ માટે તે માળા ફેરવવી અથવા ગરુડપુરાણ કે બીજા એવા વૈરાગ્યના ધર્મપુસ્તકનું પારાયણ બેસાડવું તે સહુથી ઉત્તમ, ઈચ્છનીય અને ઉચિત છે.
૬. ઘેર ઉઠમણું કરવું અને પછી બધા સાથે ઉઠીને દેવસ્થાને કે મંદિરે જવું તે કરતાં સીધા મંદિરે મુકરર સમયે ભેગા થવું તે હવે વધુ જરૂરનું અને અનુકૂળતાવાળું છે. ઘણી વખત ઘર આગળ મટી સંખ્યાના સ્ત્રીપુરુષોને બેસવા માટે પૂરતી જગ્યા હોતી નથી અને તેથી સર્વને બહુ જ અગવડતા અનુભવવી પડે છે. કેટલીક વખત ખુરશીઓ મંગાવી રસ્તા ઉપર ગોઠવવી પડે છે, વર્ષાઋતુ હોય તે