________________
મૃત્યુ પછીને વહેવાર
[ ૮૧]
માંડવો ઊભા કરાવવો પડે છે. કામકાજવાળા માણસને લાંબા સમય સુધી શેકાઈ રહેવું પડે છે, તેને બદલે નિયત સમયે મુકરર સ્થાને પરભાર્યા આવવાનું અને ભેગા થવાનું હોય તે તે વધુ ઉચિત થશે. ખાસ કરીને મોટા શહેરમાં અતિ પ્રવૃત્તિ અને વસવાટના દૂર દૂરના સ્થળોને લઈને આ પ્રથા જરૂરી છે, જેઓ નીકટના સ્નેહી સંબંધીઓ હેય તેઓ ઉઠમણું પૂરું થયા પછી ઘરના માણસો સાથે પાછા ઘેર આવે અને બેસે તે પ્રથા વધુ સારી છે.
ઘણું ભાઈ–બહેને ચાલી આવતી પ્રથામાં ફેરફાર કરવાના મતના ન હોય, ઘણાએ યોગ્ય અને સમચિત ફેરફાર ઈચ્છતા હોય છે, પરંતુ તેને અમલ કરવાની અથવા તે અંગેનો સ્પષ્ટ અભિપ્રાય જાહેર કરવાની હીંમત ધરાવતા નથી હોતા; માટે જ આ પ્રશ્નો ચર્ચાપત્રરૂપે સમાજ પાસે રજૂ કરવામાં આવે છે કે જેથી મોટા ભાગની જનતાને અભિપ્રાય જાણી શકાય અને લેકમત કેળવાય.
(૭) મૃત્યુ પછીને વહેવાર કે હવે જોઈએ ? 22 કિત સમાજમાં જન્મે છે, જીવે છે અને મૃત્યુ પામે છે.
સમાજની સાથે જેટલી ઓતપ્રોતતા તેટલા પ્રમાણમાં સમાજમાં મનુષ્યનું સ્થાન વધુ કે ઓછું અંકાય છે. માણસ બે રીતે જગતમાં પંકાય છે–સારાં કાર્યો અને ગુણેથી, અથવા ખોટા કાર્યો અને અવગુણેથી. પ્રથમ પ્રકારના માણસના મૃત્યુથી જગત શેક અને દુઃખ અનુભવે છે; જ્યારે બીજા પ્રકારના માણસેના ભરણથી રાહત અને શાંતિ અનુભવે છે.
મરણનું દુઃખ મરનારને હય, પાછળનાને શક હોય અથવા વિયેગનું દુઃખ હેય, મરનારને તે મરણ પછી પોતાના નિમિત્તે શું