________________
સાદડી વિ, અંગે વિચારણા
[ ૭૯ ]
એવી પરાકાષ્ટાએ પહોંચે છે કે તેના મૂળ હેતુ તદ્દન માર્યા જાય છે અને માત્ર દંભ, ડાળ કે વ્યવહાર તરીકે તે રહે છે, આજે મેટા ભાગે મરણ અંગેની બધી ક્રિયાએ આ પ્રકારની થઈ ગયેલી જોવામાં આવે છે, છતાં નવાઈની વાત એ છે કે તેના પુનરુત્થાનના પ્રયાસ કાઈના તરફથી થતા નથી.
*
કેટલીએક જ્ઞાતિ અને કુટુમાં નીચેની પ્રથા અપનાવેલ છે, આપણા સમાજ પણ તેને અમલમાં મૂકે તે તે અવશ્ય આવકારદાયક લેખાશે.
૧. ગમે તે ઉંમરનું માણસ કુટુંબમાં માંદું હોય તેા પણ ઘરના ન્હાના માટા સૌએ સવાર, સાંજ અને રાત્રે તેની ખબરઅંતર પૂથ્વી, આનંદની અને ઉત્સાહની વાતચીત કરવી, સારવાર કરવી, કપડા તથા બિછાનું બદલાવી સ્વચ્છતા અને સફાઈ જાળવવી અને દરદીને પ્રભુના પેગમ્બર માની પ્રેમપૂર્વક તેની સેવા કરવી, માંદાના આશીર્વાદ અવશ્ય સત્વર ફળે છે.
૨. અંતઘડીએ દરદીને ધર્મનું આરાધન કરાવવું અને ધ સંભળાવવા, જરા પણ રોકકળ કે રડાકૂટ કરવી નહીં અને છેલ્લે શ્વાસ પૂરા થાય તે પછી પણ પ્રાણપાક મૂકવાને બદલે રામધૂન અર્ધો *લાક ચાલુ રાખવી. આખર સમયે ધર્મના આરાધનથી આત્માની સદ્ગતિ કરાવી શકાય છે. મરનારના નિમિત્તે કુટુંબીઓએ જાહેર કરેલુ પૂણ્યદાન તેના પ્રત્યેના તેના પ્રેમની પ્રતીતિ કે લેાકાચારનું પ્રતીક છે.
૩. સ્મશાનમાં અગ્નિસંસ્કાર કે અગ્નિહનના સમયે મરનાર પ્રત્યેની આપણી લાગણીની અંજલી બહુ જ ગંભીરતાપૂર્વક આપવી જોઇએ. સ્મશાનમાં ગામગપાટા મારવાને બદલે ચિંતાની જ્વાળાનું ધ્યાન ધરતાં “જીવનની અસારતા, જીવનના આખરી અંજામ, આ રીતનું મૃત્યુ અને દેહનું દહન છે– ” એવી આત્મજાગૃતિ રાખી આપણા પેાતાના જીવનના આખા ઈતિહાસ અને જીવનમાં કરેલા અનેક સારાં ખાટાં કૃત્યોનું અવલાકન કરીએ તેા જીવનના પલટા જરુર કરી શકીએ.