________________
{ ૮૬ ]
અનુભવવાણી
સાચે! પ્રેમ હાય તેા જ આ કાર્યં સફળ થાય અને તે જ સમાજ અધઃપતનમાંથી ઉગરી શકે. શું આ પણ ધર્મનું એક મહત્ત્વનું અંગ નથી? ધર્મમાં સ્થિર કરવા માટે શક્તિશાળીએ દાનની વ્યાખ્યા સમજવી જોઇએ. અને મદદની ઈચ્છા રાખનારે કષ્ટને કઈ મહેનત કે કામ કરીને મદદની માગણી કરવી જોઇએ. કેળવણી માટે મદદ મેળવનારાએ પાસેથી પણ કષ્ટ ને કંઈ કામ લેવાય તે તેઓને પણ શ્રમના સ્વાદના અનુભવ મળશે અને વધુ ને વધુ સ્વાશ્રયી બનતા શીખશે. મદદ આપનારાઓએ આ પ્રશ્ન વિચારવાના રહે છે.
*
‘જૈન’ કાને કહેવા અને કાને ગણવા? આ પ્રશ્ન પણ ઉકેલવાને રહે છે. જૈન કુળમાં જન્મવા માત્રથી જૈન સમાજના પૈસાની મા અધિકારી ગણાય કે કેમ? જૈન તરીકેના ઓછામાં ઓછા આચાર, વિચાર, ધ કરણી, નિયમા, વ્રત, તપ કે સંસ્કારનું પ્રમાણ મદદ લેનારામાં છે કે નહિ? તેની તપાસ કઈ સંસ્થા કેટલા અંશે કરતી હશે? આ બાબતાને મહત્વની ગણવામાં આવે છે કે ગૌણ? માત્ર બુદ્ધિ, હુશિયારી, ઓળખાણુ, ભલામણવાળાએ અથવા ગરિબાઈ ને જ ધ્યાનમાં લઇને આજે મોટા ભાગે મદદે અપાય છે, પરંતુ ચારિત્ર્ય, વર્તન, ધાર્મિકતા, સંસ્કાર, ધાર્મિક શિક્ષણ, શ્રદ્ધા, દયા અને સેવાભાવ કેવા છે તેની ખાસ તપાસ કે ખાત્રી કાઈ કરતું નથી. અને તે તપાસને કયાંય કશુ મહત્ત્વ અપાતું જોયું નથી. સારાંશ કે આજે બુદ્ધિ અને ગરિબાઈ જ મદની અધિકારી તરીકે સમાજે સ્વીકાર્યા છે, પણ ચારિત્ર્યને ફાળે તે સૌથી છેલ્લા દૃષ્ટિપાત રહી રહીને થાય છે. આ સૌના સામાન્ય અનુભવ છે, પરિણામે સમાજમાંથી દરેક ખૂણામાંથી એક જ ફરિયાદના ધ્વનિ સંભળાય છે કે સમાજની મદદથી ભણીને આગળ વધેલા યુવા તે સુખી થયા છે પરંતુ બીજાઓને તે બહુ ઉપયોગી થયા નથી કે થતા નથી. તેમાંથી કેટલાક સારા નીવડવા હશે; પણ તે માત્ર અપવાદ તરીકે જ, નિયમ તરીકે નહિ. આ પરિસ્થિતિ સુધારણા અને ઉકેલ માગે છે. મોટા પગારની નોકરી કે કમાણી કરનારા ડીગ્રીધારી ગ્રેજ્યુ