________________
જૈન સમાજની આર્થિક સમશ્યા *
[ ૮૭ ]
એ અને નાના મોટા વેપારીઓ, એ બેની તુલના કરીએ તે દાનમાં કેણ ચડશે?
કેટલીક મોટી સંસ્થાઓ કે ટ્રસ્ટ પાસે મોટી રકમના ફડે, ભંડોળે કે નાણાં છે “અમુક કાર્ય કે હેતુ માટે જ તે વાપરવાના હોય છે. અને તે હેતુ જાળવવો તે ટ્રસ્ટીઓની ફરજ પણ છે. કાયદો પણ તેમજ કહે છે. પરંતુ જે રકમ સુરતમાં વાપરવાની ન હોય અથવા તેનું વ્યાજ કે આવક જ માત્ર વાપરવાના હોય તેવી રકમેના રેકાણુ કરી તેમાંથી વ્યાજ કે આવક આપણે ઉપજાવીએ છીએ. આ બાબતમાં વિચારવાનું એ રહે છે કે દેશના કાયદા તથા ધર્મના સિદ્ધાંતને બાદ ન આવે તે રીતે આ રકમનું રોકાણ સમાજ-હિતનાં કામે, જેવાં કે નિરોગી, સ્વચ્છ અને સુખાકારીવાળાં સાદાં મકાન, સંસ્કાર અને શિક્ષણું આપતી પાઠશાળાઓ, બાળમંદિરે અને નિશાળો, કામધંધો અને હુન્નર-ઉદ્યોગ શીખવનારી સંસ્થાઓ, તત્ત્વજ્ઞાન અને ફિલસુફીના અભ્યાસવર્ગો–આ અને આવાં ઘણાં કાર્યો કરી શકાય. દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવના સિદ્ધાંતને અમલ અને ઉપગ બધા ક્ષેત્રે જ્યારે કરી શકીએ ત્યારે જ સર્વાગી વિકાસ સાધી શકાય.” “કંઈક કરવાની તાકીદે જરૂર છે.” એમ સૌ કોઈ કહે છે અને ઈચ્છે પણ છે. પણ ‘કરે કોણ?” એ જ પ્રશ્ન છે. જેઓ નાયકો છે, જેના હાથમાં સત્તા, સુકાન અને શક્તિ છે તેઓ લેકભયથી ડરે છે અને વિરોધ કે ટીકાને સામને કરવાની હિંમત તેમનામાં નથી. તેમ તેઓમાં એકરાગતા કે સમાજહિતની તમન્ના પણ નથી. એટલે તેઓ તટસ્થભાવ અને મૌન સેવે છે. પોતે પૈસા ભેગા ન આપે કે ન આપી શકે તે કંઈ નહિ; પરંતુ તેમના હસ્તકના વહિવટના, સંસ્થાઓના અને ટ્રસ્ટફડોના પૈસાનું આવા કામમાં રોકાણ કે ઉપગ કરવાનો વિચાર અને નિર્ણય કરે તે પણ સમાજનાં ઘણું દુ:ખોનું નિવારણ કરી શકાય. જ્યાં ઈચ્છા અને ઉત્કટ તમન્ના હોય ત્યાં કાયદાનાં બંધને નડતાં નથી; અને નડે તે તેમાંથી અનેક માર્ગો કાઢી શકાય છે. વ્યવહારમાં, વ્યાપારમાં અને