________________
આર્થિક વિભાગ
જૈન સમાજની આર્થિક સમશ્યા જે આપણે સમાજ કયાં ઊભો છે અને ક્યાં જઈ રહ્યો
ઇ છે તે આપણે સૌ ઓછા વધુ અશે જાણીએ છીએ અને સમજીએ પણ છીએ. જેઓ ઊંચે ચઢી રહ્યા છે કે આગળ વધી રહ્યા છે તેઓ સુખી, સંતોષી અને ઉત્સાહી છે. તેમને માટે આપણે વધુ સફળતા અને વધુ આબાદી ઈચ્છીએ, કેમકે તેઓ પ્રગતિના પંથે છે. તેઓ પાસેથી સમાજ એટલી અપેક્ષા રાખે છે કે, “તેઓ બીજાને તારે અને ઊંચે ચઢવામાં સહાયભૂત બને” તેઓ જૈન તરીકે ઓળખાવવામાં ગૌરવ લેતા હોય તે સમાજના ઉત્થાન માટે બને તેટલું કરી છૂટવાની તેની પ્રથમ અને પવિત્ર ફરજ છે. આ ઉત્તમ કક્ષાનું સ્વામીવાત્સલ્ય અને સાધર્મિક ભક્તિ છે.
પૈસાની મદદ લાંબા સમય સુધી કેાઈને કાયમ સુધી આપવાનું કાઈ વ્યક્તિ કે સંસ્થા માટે શક્ય ન જ બને. અને તેમ કરવાથી આળસને ઉત્તેજન મળે, પરંતુ મદદની જરૂરિયાતવાળા પાસેથી તેના લાયકનું કામ આપી મહેનતાણું તરીકે કાંઈ આપીએ, યોગ્યતા કરતાં કઈક વધુ પણ આપીએ તે મદદ મેળવનાર ઉદ્યમી બનશે અને સમાજને બેજારૂપ નહિ થાય. સાચી માનવદયા આ પ્રકારની હોવી જોઈએ. આવા સ્ત્રી પુરુષને પ્રથમ અમુક અમુક પ્રકારના મહેનત, મજુરી કે ઉદ્યોગના કામ શીખવવા માટે પ્રબંધ દરેક ગામે સંધ તરફથી હવે જોઈએ દરેક સંધને આ પ્રકારને ઉપદેશ અને માર્ગદર્શન આપે, એ કામ કઈ મધ્યસ્થ માતબર સંસ્થાએ કરવું જોઈએ. સૌના સાથ અને સહકાર હેય, દરેકના હૃદયમાં ઉત્કર્ષની તમન્ના હૈય, ધર્મ અને ધર્મ માટે