________________
[૨૩૮]
અનુભવ-વાણું જગતના ઉત્કર્ષ માટે, સત્તાને ઉપગ સૌનું ભલું કરવા માટે, સાધનને ઉપયોગ બીજાઓને મદદરૂપ બનવા માટે અને વૈભવને ઉપયોગ અનાસક્ત ભાવ કેળવવા માટે હોવો જોઈએ. ધર્મ અને ધર્મગુરુઓ આ પ્રકારનું જીવન જીવવા દરેકને આજ્ઞા કરે છે. આ પ્રમાણે જીવન જીવવું તેમાં જ ધર્મ, તત્ત્વજ્ઞાન અને સાધુતા સમાઈ જાય છે. કોઈ પણ માણસ આવું જીવન જીવી શકે. કોઈના માટે તે અશકય કે મુશ્કેલ નથી. તે માટે સંકલ્પ અને અવિરત પ્રયત્ન કરવા જોઈએ. માણસોનાં મૂલ્ય આ માપદંડથી અંકાવા જોઈએ.
મેલાં વસ્ત્રો, ધૂળ ચઢેલા જેડા, કે વાસ મારતું શરીર આપણું પિતાનું હોય તો પણ તે બધી વસ્તુઓ આપણને ગમતી નથી. તેને ફરીને ધોઈને, લુછીને કે નાહીને તુરત સ્વચ્છ કરીએ છીએ ત્યારે જ આપણને શાંતિ થાય છે અને સ્કુતિ અનુભવીએ છીએ. સ્વચ્છતા કુદરતી રીતે જ સૌને ગમે છે. કાચાર અને લેકવ્યવહાર પણ સ્વચ્છતાની અપેક્ષા રાખે છે. જેમ જડ વસ્તુ માટે સ્વચ્છતા ઈચછીએ છીએ તેમ મન, બુદ્ધિ, લાગણીઓ, વિચાર, એ બધામાં પણ સ્વચ્છતા જરૂરની છે. તે સ્વચ્છતા ઉપર જ આપણી ઉન્નતિ-અવનતિ, કીર્તિઅપકીર્તિ કે સારા-નરસા પણને આધાર છે. શરીર જે અંદરથી ગી, દુર્ગધ મારતું અને પીડાથી પીડાતું હોય તે બહારની સ્વછતાની શું કિંમત છે ? બહારની અને અંદરની બંને પ્રકારની સ્વચ્છતા હોય તે જ લેકે તેની પ્રશંસા કરે છે. તેવી જ રીતે વાણી વિવેકી હોય, બહારનું વર્તન સભ્યતાવાળું હોય, બહારથી અનેક દાનનાં કે પરોપકારનાં કામે કરાતાં હોય પરંતુ જે તેના મૂળમાં આંતરિક અશુદ્ધિ, દુષ્ટ વાસના, સ્વાર્થી વિચારે કે ધૃણાજનક હેતુ હેય તે બહારનાં સત્કાર્યો એ માત્ર કૃત્રિમ વેશભૂષા છે. થોડા સમય તેનું સાચું સ્વરૂપ કદાચ ઢંકાએલું રહે, પરંતુ છેવટે તે તે ખુલ્લું થયા વિના રહેતું જ નથી. અને જ્યારે લેકે તે જુવે છે કે જાણે છે