________________
આત્મજાગૃતિ
[૪૩] ધર્મમાં પ્રીતિવાળો, પ્રમાણિક અને સદાચારી જોઈએ. જેનું મન આવું પવિત્ર હોય તેની વાણું અને કાયા પણ પવિત્ર હોય છે.
કાયા મનને આધીન છે, મનની ઈચ્છાને આધીન કાયા રહે છે. કાયાનું બહારનું રૂપ ગમે તેવું સુંદર હોય પણ તેને ઉપયોગ કે વર્તન જે સારું ન હોય તે કાયાની કશી કિંમત નથી. કાયાની મહત્તા જગતનું કલ્યાણ કરવામાં રહેલી છે; નહિ કે માત્ર શણગાર, ટાપટીપ કે વસ્ત્રાભૂષણમાં.
કાયા કરતાં વચન વધુ કામ કરે છે અને વચન કરતાં મન વધુ કામ કરે છે. એટલે પુણ્ય કે પાપ પણ મન સૌથી વધુ કરે છે. માટે જ ક્ષમા માગવામાં મન પહેલું, પછી વચન અને પછી કાયા મુકવામાં આવે છે.
જીવ, મન-વચન અને કાયાને આધીન છે. પુણ્ય કે પાપ મનવચન-કાયા કરે છે અને તેનું ફળ જીવને ભેગવવું પડે છે. પૂર્વજન્મના કર્મો પ્રમાણે મન-વચન-કાયાનું નિર્માણ આ જન્મમાં થાય છે. તે જે ખરાબ હોય તો તેને સુધારવા જોઈએ. અને તેની શુદ્ધિ કરવી જોઈએ. શુદ્ધિ કરવા માટે દેવ-ગુરુ અને ધર્મનું શરણ સ્વીકારવું જોઈએ, આ બધું કરવા માટે અને શીખવા માટે ગુરુને સમાગમ અને શાસ્ત્રોને અભ્યાસ કરે જોઈએ.
(૧૫) આત્મજાગૃતિ
ચ ઈન્દ્રિ, મન, વચન અને શરીર, પ્રાણ અને અહમ. : (છવામા) આ દરેકમાં એટલી બધી અનંત અને અખૂટ શક્તિઓ ભરી છે કે જેને જેટલા પ્રમાણમાં ખીલવવા માંગીએ તેટલા પ્રમાણમાં માણસ ખીલવી શકે છે. મનુષ્યોમાં જે જે મહાન પુરૂષો