________________
[૨૪]
અનુભવ-વાણું થઈ ગયા છે તે બધાય આમાંની એક, અનેક કે સર્વ શક્તિઓને ઉચ્ચતમ કટિએ ખીલવવાથી જ અને તેને ઉપયોગ વિશ્વના કલ્યાણ અર્થે કરવાથી જ થઈ શક્યા છે. ઈતિહાસ અને શાસ્ત્રો આ વાતની સાક્ષી પુરે છે. આનું નામ જ સાધના, સિદ્ધિ અને સાધકદશા.
કઈ પણ વસ્તુને સિદ્ધ કરવી હોય તે તે માટેનાં સાધને ૧. શ્રદ્ધા, ૨. ચિંતન, ૩. ધ્યાન, ૪. અનુસંધાન અને ૫. એકાગ્રતા છે.
ભ્રમ અને આભાસના ઓઠા નીચે ઘણું ભેળા માણસો ભેળવાઈને, તેને સત્ય વસ્તુ કે સાક્ષાત્કાર માની લેવાની ભૂલ કરે છે. આ
એક પ્રકારનો દંભ છે, આવા દંભથી ઘણા મહાત્માઓ અધોગતિને પામ્યા છે. સત્ય વસ્તુ છૂપી રહી શકતી નથી, દંભને અંચળો એક વખત ચીરાઈ જાય છે ત્યારે જગતની શ્રદ્ધા ડગી જાય છે.
સમભાવ એ જ્ઞાનની ઉત્કૃષ્ટ અવસ્થા છે એ આત્માની જાગૃતિ છે અને ધ્યેય પ્રાપ્તિ માટેનું મુખ્ય સાધન છે.
વાંચન મનન માટે હોવું જોઈએ, મનન જ્ઞાન માટે હેવું જોઈએ, જ્ઞાન સદાચાર માટે હોવું જોઈએ, વાંચન કે શ્રવણથી સંભાવનાઓ જાગૃત થઈ વિકાસ પામવી જોઈએ.
શક્તિને વિકાસ માત્ર સર્વસ્વ નથી. તેની સાથે સાથે શક્તિની શુદ્ધિ કરવી ખાસ જરૂરી છે.
સંયમ અને સાદાઈ હોય તે સારું છે, પરંતુ તેની સાથે સણું વર્તન અને પુરૂષાર્થ ન હોય તે જીવનમાં નિષ્ક્રિયતા અને શુષ્કતા આવી જશે.