________________
[૬૮]
અનુભવ-ભણી છે. અર્થશાસ્ત્ર અને કરકસરના સિદ્ધાંતથી આ કેટલું વિરુદ્ધ અને અજુગતું છે ! આ દુવ્યય ન અટકાવી શકાય ? એક જ માંડે અનેક લગ્ન વારાફરતી થયા કરતાં હોય તે દરેકને કેટલો બધો ફાયદો થાય ? બેઠક –
(1) કન્યાને માંડવે બધી લગ્નવિધિ થતી હોય છે. એટલે તેને ઉપગ કન્યાપક્ષ અને વરપક્ષના વરઘોડામાં આવેલા સાજનના સૌ માણસોએ આખો સમય કરવાનો રહે છે, પરંતુ વરને માંડવે તો મીજલસની બેઠક અને તે પણ વરઘોડાના સમય સુધી જ માંડવાને ઉપયોગ કે મહત્તા હોય છે. એટલે માત્ર એકાદ કલાક માટે કેચ, ગાલીચા, ખુરસી, રેશની અને શણગાર માટે હજારે રૂપીઆ ખર્ચાય છે. શ્રીમંતને શોખ ધીમે ધીમે રૂઢી અને પ્રચલિત રિવાજ બની જાય છે અને મધ્યમવર્ગ પણ તેને આધીન બની જાય છે. પાનગુલાબ, પીણું અને આઇસ્ક્રીમ –
(૧) વર અને કન્યા પક્ષને શક્તિ અનુસાર અથવા ઈચ્છા વિરુદ્ધ આ બધું કરવું પડે છે. જમણવાર કરતાં કંઈક છે પણ એકંદરે આટલા સ્વાગતમાં પણ એટલે બધે ખર્ચ લાગે છે કે જે મધ્યમવર્ગને વસમું લાગે છે. તે કામ પણ ભાડુતી માણસો રાખી કરાવવું પડે છે. જે આવું ન રાખે તે હાજરી કંઈ ન આપે તેવી ભીતિ રહે છે. દેશમાં આ રિવાજ નથી છતાં ત્યાં સૌ સંબંધીજને આવે છે. મોટા શહેરમાં એક જાતની ફેશન થઈ પડી છે. વેવિશાળમાં ઘણી જ્ઞાતિઓમાં ચા, દૂધ, શરબત કે આઈસક્રીમ આપવાની પ્રથા બંધ કરવામાં આવી છે અને છતાં સંખ્યા અને હાજરી ઓછી રહેતી નથી. લગ્નમાં આ પ્રથા તદન બંધ થવાની ખાસ જરૂર છે. ખાસ કરીને કન્યાવાળાને ત્યાં તો ખાસ બંધ થવાની જરૂર છે. કેમકે તેમને બેવડે જે પડે છે અને પિતે ક્રિયામાં અને સ્વાગતમાં રેકાએલા હોય એટલે સરખી વ્યવસ્થા પણ જાળવી ન શકાય. નાળિયેર વહેંચવાનું જેમ બંધ થતું ગયું તેમ પીણું અને આઈસ્ક્રીમ પણ બંધ કરવાની જરૂર છે.