________________
મહત્વનો બોધપાઠ
[ ૬૭] (૨) આવી શભા પાંચ, દસ કે પંદર દિવસ સુધી ચાલુ રહે તે અનેક લેકેને જોવાનો લાભ મળે. પ્રદર્શને અમુક દિવસો સુધી ચાલુ રાખવાને હેતુ આ જ હોય છે. પરંતુ તેને બદલે લગ્નપૂરતા પ્રસંગ સુધી જ આવા મંડપે રહે છે અને મુંબઈ જેવા શહેરમાં તો માત્ર ચોવીસ કલાકમાં જ હતું–નહોતું કરી નાખવામાં આવે છે. આ પ્રથામાં ફેરફાર થવો જોઈએ. અત્યારે તે થોડા કલાકમાં શોભા ખાતર હજારથી માંડી એક લાખ રૂપીઆ સુધી લગ્નમંડપમાં ખરચાય છે, હજુ તેવા ખર્ચનારા છે, તે વાડીવાળા અને મંડપ બાંધનારા સાથે અગાઉથી નક્કી કરી થોડા વધુ દિવસ આ શોભા ચાલુ રહે અને બીજાઓના લગ્નપ્રસંગમાં તે જ મંડપને લાભ બીજાઓને આપવાને પ્રબંધ હોય તો કેટલું સારું ! નાટકના એક પ્રવેશની જેમ મહાપરિશ્રમે તૈયાર કરેલી કળાની સુંદર કૃતિ થોડા જ સમયમાં આપણુ જ હાથે નષ્ટ થઈ જાય તેમાં શું ફાયદો ? તેને બદલે આવું એક કાયમી સ્થળ શા માટે ન હોવું જોઈએ ? લગ્નસરાની એક જ મોસમમાં અનેક મંડપોમાં જે પૈસા ખર્ચી નાખીએ છીએ તેટલી જ રકમમાંથી કાયમી સુંદર મંડપ બની શકે. આ પ્રશ્ન અનેક દૃષ્ટિએ વિચારી તેનું ફળદાયી પરિણામ લાવવાની જરૂર છે.
(૩) મુંબઈ જેવા શહેરમાં સગવડવાળી, વિશાળ જગ્યાવાળી વાડીઓની બહુ જ અછત છે. મોટા ભાગે લેકે માધવબાગ કે લક્ષ્મીનારાયણ મંદિર(ગોવાલીઆ ટેક)ને પસંદગી આપે છે. લગ્નસરામાં આવા સ્થળોમાં દરેક લગ્નમીતીએ કઈ ને કઈ સમારંભ હોય છે. આ સ્થળોમાં અને બીજી બધી વાડીઓમાં જુદી જુદી મીતીના લગ્નમાં જુદા જુદા કોન્ટ્રાકટરના મંડપ નકકી થયા હોય છે, ત્યારે એવું બને છે કે આજે એકને માંડવો છોડાતા હોય છે અને બીજી જ પળે બીજાને માંડવો બંધાતે હોય છે. આથી દરેક લગ્નવાળાને જુદો જુદો ખર્ચ લાગે છે અને પૂરેપૂરી મોટી રકમ આપવી પડે છે અને દરેક મંડપ બાંધનારને જુદી જુદી મહેનત કરવી પડે છે તેમજ મજૂરી ખર્ચવી પડે