________________
[ ૬૬ ]
અનુભવ-વાણ કાંઈ ઊણપ, કચાશ કે અછત રહી ગઈ હોય તે ઘરધણીની વાવણું કરવામાં કશી કચાસ રાખતા નથી. જો આમ હોય તે જમણની મહત્તા શી? જમનારની ગતા ન હોય તો જમાડવાથી લાભ શે ?
એટલે જમણવારને પ્રશ્ન જે દિવસે દિવસે બહુ અટપટે, ખર્ચાળ અને હેતુન્ય થતો જાય છે, તેને વિવેક અને બુદ્ધિપૂર્વક વિચાર કરી તેને આનંદજનક અને ઉલ્લાસ પ્રેરક કેમ બનાવવો તે માટે સમાજે તેને વરિત હાથ ધરવા જરૂર છે, હેતુ સચવાઈ રહે, ઘુસી ગએલા અનિષ્ટ તત્ત્વ દૂર થાય, અને સૌને જમણુ કરવાની ભાવના અને ઉત્સાહ ચાલુ રહે તે રીતે ઉકેલ લાવવાની જવાબદારી સમાજનાયકને શિરે રહે છે તે તેઓએ ખાસ ખ્યાલમાં રાખવાનું છે.
માંડ :–
(૧) માબાપની હોંશ, ચઢીઆતી શેભા અને ભપકે કરી દેખાડવાના કોડ, નામના અને કીર્તિ કમાવાની તીવ્ર ઈચ્છા અને એ રીતે ધન ઉપરને ડેઘણે આવા પ્રસંગમાં મેહ ઉતારવાની
અભિલાષા–આ અથવા આવી અન્ય કોઈ અકળ ઊર્મિને લઈને કોઈ કઈ વખત એવા સરસ અને સુંદર મંડપ લગ્નપ્રસંગે બાંધવામાં આવે છે કે સેંકડો અને હજારે માણસ તે જોવા આવે છે તેમજ તે જોઈને આનંદ પામે છે. કળા, સૌન્દર્ય, કારીગરી, રચના એટલું સરસ રીતે અને બુદ્ધિપૂર્વક ગોઠવવામાં આવ્યા હોય છે કે જે જોઈને સૌ કોઈ પ્રશંસા કરે. તેમાં બત્તીઓ, ફુવારા, બરફના પહાડ વિગેરેની એટલી સરસ અને કળારસિક ગોઠવણું કરેલી હોય છે—જાણે સ્વર્ગની સુંદરતા મનુષ્યલોકમાં સાક્ષાત ઉતરી આવી ન હોય ! શ્રીમંતો આવા ખુશાલીના શુભ પ્રસંગે આવી કળાને પિષે અમે જનતાને કળારસિક બનાવે તે જરૂરનું છે. આ રીતે જ કળા અને કારીગરીને પ્રોત્સાહન મળે અને નાણું જનતામાં ફરતું રહે. સમાજવાદને હેતુ પણ આ જ હોય છે.