________________
[ ૨૯ ]
તેમ સમય આવ્યે બધી બાજી સંકેલી પણ લીધી; કેમકે બહુ ખેરડાં (ઘર), બહુ છરડાં (સંતતિ), બહુ ઢરડાં (ઢોરઢાંખર ) અને બહુ રોજડાં (ધંધા રોજગાર) એ બધાં આખર અવસ્થામાં ઉપાધિરૂપ છે. મારે તે નિવૃત્ત થઈ લેકસેવાની પ્રવૃત્તિમાં પડવાના મારા નિશ્ચયને અમલમાં મુકવાનો સમય પાકી ગયો હતો. અને કુદરતે મને તક આપી એટલે હું તદ્દન નિવૃત્ત થઈ ગયો.
ધંધાદારી જીવનમાં જ્યારે ધંધે જામેલે હેય, ધનપ્રાપ્તિ સારી હેય, આંટ અને પ્રતિષ્ઠા સારી હોય ત્યારે ભાગીદારે કે દીકરાઓ કામકાજ સારી રીતે સંભાળતા હોય તે પણ મુખ્ય માણસને ૬૦, ૬૫ કે ૭૦ વર્ષની ઉમરે ધંધાની ઉપાધિ છેડી, જનસેવા, ધર્મકાર્યો કે વ્યાખ્યાનશ્રવણ અથવા સંતસમાગમ દ્વારા શાંતિમય નિવૃત્તિ લેવાની લેશ પણ ઈચ્છા થતી નથી એ શું વિચિત્ર નથી ! જીવનના અંત સુધી ધન કમાવાની લાલસાની ગુલામીમાં જીવન જીવતા ઘણુ માણસને હું જોઉં છું ત્યારે તેઓની પામરતાની મને દયા આવે છે! | મેં તે નિશ્ચય કરી રાખ્યું હતું કે ૧૬ વર્ષની ઉંમરથી ધંધાની પ્રવૃત્તિ ઓછી કરવી અને ૬૦ વર્ષની ઉંમર થતાં તદ્દન મુક્ત થઈ જવું. તે મુજબ હું કરી શકે તેથી હું બહુ જ આનંદ, શાંતિ અને સુખ અનુભવું છું. છેલ્લા ૧૦ વર્ષથી મુંબઈ અને પરાંઓની જૈન ધાર્મિક પાઠશાળાઓની દેખરેખ, નિરીક્ષણ, માર્ગદર્શન, સલાહસૂચન, તેઓને ધાર્મિક અભ્યાસક્રમ, પાઠયપુસ્તકે, પરીક્ષા અને તે અંગેની ઈતર ધાર્મિક પ્રવૃત્તિઓમાં યથાશક્તિ સેવા આપું છું. ભાવનગરની શેઠ ત્રિભોવનદાસ ભાણજી જેન કન્યાશાળાની વ્યવસ્થા ઘણું વર્ષો સુધી મારા પિતાશ્રી સંભાળતા હતા અને તેની આર્થિક વ્યવસ્થા દામોદર ત્રિભોવનદાસ ભાણજી તથા હું સંભાળતા હતા. શ્રી દામુભાઈના સ્વર્ગવાસ પછી તે જવાબદારી હું અદા કરતે હતો. પાલીતાણું જૈન બાળાશ્રમની સંસ્થાના વિકાસ અને વહીવટની ચિંતા મારા સ્વર્ગસ્થ