________________
વ્યાપારની વ્યવહારુ પેજના
[૧૧૭] ગ કરી બતાવે અને સારામાં સારું પરિણામ લાવવું, તે લેકેની શ્રદ્ધા વધશે અને પછી જોઈએ તેટલે સાથ અને સહકાર જરૂર મળી રહેશે.
૩. કાર્યકરોના જુથની આવશ્યકતા પૈસા કરતાં પણ વધુ છે. હિંદ સેવકસમાજ” જેવી “જૈન સેવક સમાજ” ની અનિવાર્ય જરૂર છે. બધું કામ સાધુમુનિરાજ કે વ્યવસાયી વેપારી વર્ગે કે શ્રીમંત નહિ કરી શકે. અને આવા બધા કાર્યો સંભાળવા અને કરવા માટે બે કલાકની ચર્ચા કે એક કલાકની કાર્યવાહકની મિટીંગ કશી ઉપયોગી નહિ થઈ પડે. તેને માટે મીશનરી જેવા સેવાભાવી, સત્યવક્તા, પ્રમાણિક અને સતત ઉદ્યમી ધગશવાળા સેવાની જરૂર પડશે. આજીવન સભ્ય બની, જે કામ મેંપવામાં આવે તે સંપૂર્ણપણે અને જોખમદારી સાથે પાર પાડવાની સિનિકના જેવી તમન્નાવાળા કાર્યકરે મારફતે જ આવા કાર્યો પાર પાડી શકશે. તેઓને આજીવિકાની કે કુટુંબની ઉપાધિ જ પણ ન રહે તે પ્રકારની તેઓ માટે યોજના ઘડવી જોઇશે. અને તેઓ સતત તેઓના કાર્યમાં રચ્યાપચ્યા રહે અને તેઓને કશી દખલગીરી ન રહે તે પ્રકારને પ્રબંધ કરવો પડશે. સમાજસેવાનું વ્રત અને તેની દીક્ષા લેવાવાળાની આજે સમાજને બહુ જ જરૂર છે. આવા માણસે આપણા સમાજમાં છે. ઓછા હશે તે વધુ તૈયાર કરી શકાશે. તેવાઓને શોધી શોધીને એકઠા કરવા જોઇએ. તેઓને આપણી જના, હેતુ, ધ્યેયની સમજ આપી તેઓને કામ સોંપી દેવું જોઈએ અને પૈસાની સગવડતા કૉન્ફરન્સ કરી આપવી જોઈએ.
૪. આ રીતે પૈસા અને કાર્યકરેની સગવડતા થઈ જાય તે પછી કામ અવશ્ય થઈ શકે. કૉન્ફરન્સના કાર્યકરેએ તે પછી જે કામ કરવાના રહે છે તે માત્ર એટલો જ છે કે –
(૧) દરેક કેન્દ્રમાં જાતે જઈ સ્થાનિક સંઘના અગ્રેસરે સાથે નિકટને સંપર્ક સાધી શેર્સ ભરાવવા અને સ્થાનિક કાર્યકરની કમિટી નીમી તેને ઉદ્યોગ કેન્દ્ર ખોલવા માટે સ્થાનની સગવડ કરી આપવા, અને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે સહકાર આપવા અને લેકેને