________________
[૧૧૮]
ચાલવા
ઉદ્યોગકેન્દ્રમાં આવી કામ શીખવા અને કામ કરવાની પ્રેરણા આપવાનું કામ તે કમિટીને સેંપવું. | (૨) દરેક કેન્દ્રની સ્થાપના, વહીવટ, વ્યવસ્થા વિગેરે બધું કામ કૉન્ફરન્સ કરવાનું છે.
(૩) દરેક કેન્દ્રમાં એકેક તાલીમ પામેલ વ્યવસ્થાપક કોન્ફરન્સ તરફથી મૂકવાને છે.
(૪) આવા ઉદ્યોગ કેન્દ્ર માટે જે જે સાધન, કાચો માલ કે બીજું જે કાંઈ જોઈએ તે પૂરા પાડવાના છે.
(૫) જે જે માલ બનીને તૈયાર થાય તેના વેચાણની વ્યવસ્થા કરવાની છે.
(૬) દરેક ઉદ્યોગ કેન્દ્ર ધીમે ધીમે વધુ ને વધુ કેમ ખીલે તે તેના પરિણામ ઉપરથી નકકી કરી જ્યાં જ્યાં વિકાસની શક્યતા હોય ત્યાં ત્યાં વધુ ખીલવણી કરવાની છે.
(૭) અમદાવાદમાં ચીમનલાલ નગીનદાસ ટેકનીકલ ઇન્સ્ટીટયુટમાં બહેને તથા ભાઈઓ માટે છાત્રાલય, સ્કૂલ અને ટેકનીકલ ઈન્સ્ટીટયુટ વિગેરે બધી સગવડતા છે, તેમના સંચાલક સાથે સંપર્ક સાધી કાર્ય. કરેને તૈયાર કરવાની ગોઠવણ કરવામાં આવે તે કામ બહુ જ સરળ થઈ શકે તેમ છે.
(૮) જે જે પ્રાંતમાંથી જેટલી રકમના શેર્સ ભરાય તેની અધી રકમનું રોકાણ તે તે પ્રાંતમાં જુદા જુદા સ્થળે જેટલા ઔદ્યોગિક કેન્દ્રો ખેલવામાં આવે તેમાં કરવું જોઈએ, આથી દરેક પ્રાંતમાંથી શેર ભરવાની સરળતા રહેશે.
(૯) શરુઆતમાં બે કે ત્રણ વર્ષ સુધી આવા ઉદ્યોગ કેન્દ્રો ન નહિ કરે એટલે શેર્સ ઉપર ડીવીડન્ડ તે સમય દરમ્યાન આપી નહિ