________________
[ ૧૨૨ ]
અનુભવ-વાણી
આપણા જૈનાએ પસંદ કરેલુ આજ સુધીનુ ક્ષેત્ર બહુ જ સંકુચિત હતું, કાયા, વૈદક, વેપાર, વિજ્ઞાન અને ઇજનેરી-આટલા જ ક્ષેત્રોમાં આપણા ગ્રેજ્યુએટા નજરે પડે છે, સરકારી નોકરીઓમાં જૈનનું પ્રમાણ માત્ર બિંદુસમાન છે, તેના કારણેામાં ૧. શરમાળ સ્વભાવ, ૨. સાહસ અને હિંમતને અભાવ, ૩. આશાયશવાળા જીવનની ઈચ્છા, ૪. હરિફાઇમાં ઉતરવાની નાહિંમત, પ. પ્રેત્સાહન અને સંગઠનની ઉણપ અને ૬. વિદ્યાર્થી અવસ્થામાં પેાતાના અભ્યાસ સિવાય બીજા બધા ક્ષેત્રો વિષેનુ અજાણપણુ–આ મુખ્ય છે.
વિદેશખાતામાં દાખલ થનાર અમલદાર માટે કેટલા બધા ક્ષેત્રો ખુલ્લા થઈ જાય છે અને સમાજને અને દેશને તે કેટલા ઉપયાગી થઈ પડે છે, તે દરેક માણસ જાણે છે અને સમજે છે. આ ખાતામાં કામ કરનાર પૈસા, પ્રતિષ્ઠા, અનુભવ, એળખાણ, જ્ઞાન અને દૃષ્ટિવિકાસ વિગેરે ઘણું મેળવી શકે છે. આ દિશામાં પ્રવેશ કરવા માટે જુદા જુદા દેશની ભાષાઓનું જ્ઞાન ઘણા અમટ્યા ભાગ ભજવે છે, આપણા વિદ્યાર્થીએ વિદ્યાર્થી અવસ્થામાં આ દિશાના નિર્ણય કરી, તેની ચેાગ્ય માહિતી મેળવી તેમાં આગળ વધવાના સ્વપ્ન અત્યારથી સેવે, એ માટેની લાયકાત કેળવે, સંસ્થાએ તેમાં માર્ગદર્શન આપે અને આગેવાને મદદ અને સહકાર આપે તેા હવે પછીના પાંચ વર્ષીમાં ૨૫/૫૦ આપણા બુદ્ધિશાળી વિદ્યાર્થીએ સરકારી જુદા જુદા ક્ષેત્રોમાં અવશ્ય સ્થાન મેળવી શકે, તેમાં શકાને સ્થાન નથી.