________________
ધંધાનુ ઉત્તમ અને અનુકૂળ ક્ષેત્ર
[ ૧૧૧ ]
( ૨ )
ધંધાનું ઉત્તમ અને અનુકૂળ ક્ષેત્ર
૨. જ્યકાર ભરીમાં વિદેશ ખાતામાં અગ્નિશાળા મણિભારત અને
દુનિયાના દરેક મુખ્ય મુખ્ય દેશ સાથે વેપાર-ધંધા અને રાજદ્વારી સબધા અંગે સંકળાએલા છે. એશિયા, યુરાપ, આફ્રિકા અને અમેરિકાના અમુક દેશમાં ભારતના એલચી ખાતા, ટ્રેડકમિશ્નર, એમ્બેસેડર કે લીગેશન ખાતાની ઑફિસા રાખવામાં આવી છે અને સમય જતાં તે સંખ્યામાં વધારો થતા જશે.
દરેક દેશની ભાષા, રીતરિવાજ, રહેણીકહેણી, ઇતિહાસ, વેપાર અને હુન્નર ઉદ્યોગના ક્ષેત્રો વિવિધ પ્રકારના હાય છે અને તે બધાની માહિતીથી જાણકાર વિદ્યાર્થીએ હાય તેા અને તે ઉપરાંતની બીજી લાયકાતા જે વિદ્યાર્થીઓમાં હોય તેને માટે વિદેશખાતાની નોકરીની સારી તક કાયમ હોય છે, હાલના સમયે તેા જે રાજ્યપ્રકરણી ખાતાના અનુભવી કે નિષ્ણાત હોય અથવા નાણા પ્રકરણ કે વેપાર– ઉદ્યોગના ક્ષેત્રમાં બુદ્ધિશાળી અને આગળ પડતા ગણાતા હોય તેવા માણસાની સરકાર પસંદગી કરે છે, ધીમે ધીમે ઉચ્ચ કેળવણી અને પરીક્ષાના ઉત્તમ પરિણામની ગણત્રી પસ ંદગીના કામમાં ધ્યાનમાં લેવાશે,
તે સાથે પબ્લીક સરવીસ કમીશન ઉમેવારાને મુલાકાત માટે ારુ મેલાવે છે અને પૂછપરછ ઉપરથી પસંદગી કરે છે તેમાં ૧. શરીરના બાંધા, ૨. ચહેરાની પ્રતિભા, ૩. પાષાક, ૪. રીતભાત, ૫. ભાષા, ૬. સભ્યતા, ૭. બુદ્ધિ, ૮. પ્રશ્નોના જવાબના પ્રકાર વિગેરે અનેક બાબતે ગણત્રીમાં લેવાય છે અને તે પછી વધુ મતે ઉમેદવારાની પસંદગી થાય છે.