________________
વેપારીઓની સમશ્યા
[૧૬] વાણિયાના ઘરમાં ચોરી કે ધાડ બનતા સુધી નહીં થાય. ખૂની, ડાકુ કે બહારવટીયા સાથે પણ વેપારી મેળ રાખશે. કેમકે સૌને તેની ગરજ પડે જ. મોટા શહેરમાં વેપારી હશિયાર તે ગણાય કે જે વધુ લૂંટે, ઓછું તળે, ભોળાને વધુ ઠગે અને હુંશિયાર ઘરાક પાસે સીધો ચાલે. આટલું કરવા છતાં અત્યારે વેપારી ઊંચો આવતો નથી અને ચિંતાથી શરીરે, શક્તિ અને સ્થિતિએ ઘસાતા જોવામાં આવે છે તેનું શું કારણ? શેરને માથે સવાશેર હોય અને “ઘરને દુશ્મન સૌથી ભંડ” અથવા ચોરને ઘેર ચેર પરણે” અથવા “જેવી મતિ તેવી કૃતિ અને તેવી ગતિ” અથવા “પ્રભુને ઘેર છેવટ તો ન્યાય છે જ...આ કહેવતોનું કથન સદા સત્ય છે. વેપારી ઘરાકને લૂંટે, તો વેપારીને મોટા વેપારી લૂંટે, અને વેપારીને બીજે હરીફ વેપારી ભાવમાં નફામાં અને વેપારમાં કાપે. એટલે છેવટે તો “ચોરને પિટલે ધૂળની ધૂળ જ રહે. વળી જે તક જેને ભાવની મોટી ઉથલપાથલ કે વધઘટ કરે કે વાયદાના વેપારમાં તેજીમંદીનો સટ્ટો જમાવે તે કોઈ વખત તેજીવાળો કમાય કે કઈ વખત મંદીવાળો કમાય; પણ સરવાળે તો બેઉ ગુમાવે જ. ગામના ભોળા લેકે બે પૈસા કમાવાની લાલચે અથવા ઘરખર્ચમાં પડતે તેટો પૂરે કરવાની લાલચે સટ્ટો રમવા જાય અને બીજાને ખબર ન પડે તે રીતે ચોરીછૂપીથી કોઈની મારફતે ખાનગીમાં કામ કરે. આવા હજારે લેકેનાં નાણાં સડીયાના હાથમાં જાય છે. તે ઉપરાંત ઘરાકોના કામકાજમાં રોજની વધઘટના–ભાવફેરના-ગાળા ખાઈ જાય છે. ઘરાકની દલાલી, ભાવના ગાળા અને ઘરાકોની લાખોની નુકસાનીને ભોગે જ સડીયાઓ મોટા ભાગે શ્રીમંત બને છે, ઉજળાં કપડાં પહેરે છે, મોટરે દેડાવે છે અને હજારના કીર્તિદાન કરે છે. વેપારી કે સટ્ટાવાળા ભોળી પ્રજાને ભોળવીને જેમ લૂટે છે તેમ તેઓને સરકાર કરવેરા અને આવકવેરાવડે લૂંટે છે અને બાકીનું યુરોપ, અમેરિકાના વાયદાબજારમાં અથવા તે નવી નવી લિમીટેડ કંપનીઓના શેરેમાં અથવા નવા
૧૧