________________
[ ૧૯૨ ]
અનુભવ-વાણી ગામડાંઓમાં આજીવિકા મેળવવા માટે નેાકરી કે ધંધાની તક રહી નથી. જો ગામડાના યુવાને ભણી ગણીને સરકારી, અર્ધ સરકારી કે પ્રજાકીય સંસ્થાઓમાં કામ કરવા ખુશી હોય અને તે માટેના અભ્યાસ કરી લાયકાત મેળવે તેા તેને માટે રૂા. ૭૫ થી ૧૫૦ સુધીની નોકરીએ ગામડાંમાં જ પોંચાયતમાં, સહકારી મંડળીઓમાં, સહકારી એકામાં, વિકાસ ઘટકામાં, કલ્યાણ કેન્દ્રોમાં, શિક્ષણ સંસ્થાએમાં કે ખીજા અનેક ખાતાઓમાં અવશ્ય મળી રહે છે. આજે આ બધા ખાતાઓમાં નાકરી કરનારાઓમાં મોટી સંખ્યા વણિક સિવાયનાની હોય છે. વણિકને આવી નોકરી કરવામાં રસ નથી. સમજે છે. તે વેપારીની નોકરી કરવાનું વધુ પસંદ કરે છે. કેમકે તેમાં સ્વતંત્રતા વધુ રહે અને ભવિષ્યમાં વેપારી બનવાના સ ંભવ રહે છે. પરંતુ વેપાર જ ત્યાં બિનવર્ણિકાના હાથમાં હાય. એટલે સૌ કાઈ પેાતપેાતાની જ્ઞાતિવાળાને કે ઓળખીતાને જ તાકરીમાં રાખે. વળી પગાર એટલા ઓછા હેાય કે તેટલા પગારમાં આપણું પૂરૂ થાય નહિ. આપણી રહેણીકરણી અને વ્યવહાર તથા વ્યવહારિક ખર્ચા મેટા રહ્યા. આ કારણેાને લઈને જ ગામડાના વિકાને માટે દેશાટન કે પરદેશ એ અનિવાર્ય વસ્તુ બની ગઇ છે.
તેમાં તે ગુલામી
આમ છતાં પણ શહેરી જીવન જો જીવતાં આવડે, આવકના પ્રમાણમાં ખં રાખીએ, જીવનમાં શાંતિ અને સ ંતાષ માણી શકીએ, સૌની શરીરસુખાકારી જાળવી રાખીએ અને ગરીબાઈમાં પણ સુખી રહી શકીએ તે શહેરીજીવન કાંઈ ખોટુ નથી. આ પ્રકારનું જીવન જીવતાં શીખી લેવુ જોઇએ.
શ્રીમંત કુટુમાં કાયમની માંદગીની મશાલ જલતી રહેતી હોય તેમાં આશ્રય' જેવું કશું નથી. પરંતુ મધ્યમ વર્ગમાં અને નીચલા વર્ષોંમાં પણ ખાસ કરીને સ્ત્રીઓની અને બાળકાની માંદગી ચાલુ કે અવારનવાર રહ્યા કરતી હોય અને છાશવારે દવાખાને કે ડૉકટરને ત્યાં દોડવુ પડતુ હોય, ત્યારે આવા કુટુ એની કથનીએ સાંભળીને