________________
"
માંદગીને ફફડાટ
[ ૧૯૩]
આપણને દુ:ખ અને આશ્ચર્ય બંને થાય છે. જેઓની માંદગી સકારણ હોય તેમના પ્રત્યે અવશ્ય સહાનુભૂતિ રહે. પણ જ્યારે માંદગીનું કારણ તેઓની પોતાની ભૂલે, બેદરકારી કે અજ્ઞાનતા હોય છે અને માંદગી, ધાંધલ, ગભરાટ, દોડધામ અને સારવાર માટે પૈસાને ખાટે ખર્ચ કરતા જોઈએ છીએ ત્યારે તેઓને માટે કાં તો દયા ઉપજે છે અથવા તો તેઓના પ્રત્યે ધૃણા ઉપન્ન થાય છે. ઘણી ખરી ઉપાધિ અને ચિંતાનું મુખ્ય કારણ તો માબાપોની પ્રકૃતિ અને અજ્ઞાન જ હોય છે.
1. ઘણી ખરી માંદગી અયોગ્ય આહાર, અયોગ્ય વિહાર, અપથ્ય કે કુપથ્થથી થાય છે. ખાસ કરીને શરદી, સળેખમ, કબજ્યાત, અતિસાર, સંગ્રહણી, મરડે અને તાવ–આ દરદો જ વિશેષ કરીને થાય છે. આજે પ્રકૃતિ અને માન્યતા એ હોય છે કે દર્દનો ઉપચાર તુર્ત જ થવો જોઈએ અને દઈ દવા લીધા પછી તુર્ત જ કે વીસ કલાકમાં મટવું જ જોઈએ. જે ન મટે તો એક ડોકટરને છોડીને બીજા ડૉકટર પાસે તુર્ત જ દોડી જવામાં આવે છે. એક દવા આપી હોય છતાં અનેક દવાઓ કે ઉપરાઉપરી દવાઓ કે ઇંજેકશન આપવા માટે માગણી થાય છે. શ્રીમંતોમાં આ ઘેલછા હોય તે તો ઠીક; પરંતુ મોટા ભાગના સોમાં આવો ઉત્પાત જોવામાં આવે છે. કોઈ દર્દ કે કઈ દવા એવી નથી કે આપણી ઈચ્છા મુજબ દરદ તાત્કાલિક મટી જાય. દરેકને સમય લાગે જ છે. કોઈને ઓછો સમય લાગે તે કોઈને વધુ પણ લાગે. આવા સ્વભાવનું પરિણામ એ આવે છે કે તેઓ પોતે ચિંતા સેવે છે અને બીજાને ચિંતા કરાવે છે. તાવ ૧૦૨ કે ૧૦૩ ડીગ્રી થાય ત્યાં તે ડૉકટરને ઘેર બોલાવે છે, દવા, ઈજેકશન, ટીકડી, માથે બરફ કે કેલનોટર–આ બધી દુકાનદારી શરૂ થઈ જાય છે. જે ડૉકટર કહે તેમાં વિશ્વાસ રાખે અને તે મુજબ કરે તો પૈસાનું નકામું પાણી થતું નથી. કુદરત કે પ્રભુમાં ભરોસો રાખે તો તેઓ આ બધામાંથી બચી શકે. દેવલાલી જેવા સ્થળે હવાફેર માટે ઘણાં કુટુંબે આવે છે.