________________
સ્વાધ્યની પ્રશ્નોત્તરી
[૧૯૫] (૧૦) જેઓ ખૂબ ચાવીને ધીમે ધીમે સ્વસ્થ ચિત્તે શાંતિપૂર્વક ખાય છે તેઓને કબજીયાત થતી નથી. આજે આપણે સૌ કોઈ સમય, ધાંધલ, ઉપાત અને ઉતાવળના એવા ગુલામ બની ગયા છીએ કે જીવનમાં શાંતિ જ નથી. તેમાં પણ જમવામાં જેઓ ખૂબ ઉતાવળ કરે છે અને પાંચ કે દશ મિનિટમાં જમી પરવારે છે તેઓ જિંદગી અને તંદુરસ્તીથી પણ પરવારી જાય છે અને માંદગી અને વ્યાધિને ભોગ બને છે. જિંદગીનું માપ અને મૂલ્ય આજે સૌ કામ અને કમાણીથી આંકે છે. જે ત્વરિત ગતિએ વધુ કામ કરે છે તે ઓછું જીવે છે અને જે લાંબુ જીવે છે તે ઓછું કામ કરે છે એટલે સરવાળો બન્નેને સરખો જ થાય છે. ફરક માત્ર એટલું જ છે કે પહેલાને જીવનમાં વધુ ઉત્પાત થાય છે જ્યારે બીજાને જીવનમાં વધુ શાંતિ હોય છે.
(૧૧) ચિંતા કરવાથી ચિંતા કે તેનું કારણ મટતું નથી. ભયથી ભય ટળતો નથી. જે બનવાનું હોય છે તે મિથ્યા થતું નથી, તો પછી ચિંતા કરવાથી કે ભય રાખવાથી શું લાભ ? કાલનો દુષ્કાળ આજે
તરવાથી શું ફાયદે? જેઓ કમને સિદ્ધાંત બાબર સમજે છે અને માને છે તેઓ કદિ હતાશ કે નિરાશ થતા નથી. તેઓ વીરની માફક વતે છે અને શાંતિપૂર્વક ધીરજ ધરે છે. ઉદાર ચિત્ત અને ઉદાર ચારિત્રમાં જ સાચું સુખ અને પરમ શાંતિ છે. આવા મહાન પુરુષો સદા નિગી અને નિરાગી રહી શકે છે. તેમને કઈ વ્યાધિ થતો નથી, તેઓ કદિ માંદગીથી ભરતા નથી. શરીર અને જીવન ઉપર તેઓનું સ્વામીત્વ એવું હોય છે કે જ્યારે તેઓને ઈચ્છા થાય છે ત્યારે દેહને સંબંધ છેડી શકે છે અને દેહના બંધનમાંથી મુક્ત થઈ શકે છે. આ માર્ગ છે શરીરસ્વાથ્યને, મનસ્વાથ્યને અને આત્મસ્વાથ્યને.
(૧૨) ભોગથી રંગની વૃદ્ધિ થાય છે. જેટલા ભેગ વધુ તેટલા રોગ વધુ. ભોગી હોય તે જ રેગી બને છે, માટે જે રોગ ટાળવા હોય તે ભેગનો ત્યાગ કરવો જરૂર છે. ભોગને જે ત્યાગી હોય તે