________________
[ ૧૭ ]
અનુભવ-વાણ
(૪) બાળકને દશ કલાક, કિશેરેને નવ કલાક, કુમારને આઠ કલાક, યુવકેને સાત કલાક, આધેડ માણસને છ કલાક ઘોર નિદ્રા આવે તે તેઓને પૂરતો આરામ મળે. આરામથી થાક ઉતરી જાય છે, ટૂર્તિ આવે છે અને કામ કરવા માટેની શક્તિ આવે છે; માટે પૂરતી ઊંઘ મળે તે માટે રાત્રે વહેલા (નવ વાગે) સૂવાની ટેવ સારી ગણાય.
(૫) ભૂખ વિના કશું ખાવું નહિ કે સચિ વિના જમવું નહિ તેમજ જરૂર વિના કશું પીવું પણ નહિ.
(૬) દસ્ત સાફ ન આવી જાય ત્યાં સુધી પેટમાં કશું નાખવું નહિ.
(૭) પેટને અગ્નિ સતેજ હોય તે જ ખાધેલું પચે, ભૂખ લાગે, ખેરાકનું લેહી થાય અને શક્તિ આવે. બહુ ખાવાથી કે પીવાથી તેમજ વારંવાર ખા ખા કરવાથી કે ગમે તે પીધા કરવાથી અગ્નિ મંદ અને ઠંડા પડી જાય છે, ખોરાક પચતું નથી, બેચેની રહે છે, આળસ વધે છે અને શકિત ક્ષીણ થાય છે, માટે જ કહેવત છે કે “કમ હવા, ગમ હવા.”
(૮) ભૂખ કરતાં ઓછું ખાવું. હોજરીના ત્રણ ભાગ પાડીએ તે એક ભાગમાં અન્ન, બીજા ભાગમાં પાણી અને ત્રીજા ભાગમાં હવા–એ મુજબ પ્રમાણસર રાક હોવો જોઈએ. ખોરાકની જાત પથ્થ, સાત્વિક અને પૌષ્ટિક હેવી જોઈએ. દૂધ, છાશ, માખણ, તાજાં શાકભાજી, કેળાં અને લીલાં ફળો એ ઉત્તમ ખોરાક છે અને સહેલાઈથી પચી જાય છે. તેની બનાવટ, ઉપયોગ અને પ્રમાણ જાણી લેવા જોઈએ અને પોતાની પ્રકૃતિને અનુકૂળ હોવા જોઈએ.
(૯) જેઓને કામ, મહેનત, પરિશ્રમ કે કસરતની ટેવ નિયમિત હોય છે તેઓને કબજીયાતની ફરિયાદ જવલ્લે જ હોય છે. નિયમિત વ્યાયામ બંધકેશ માટે બહુ ફાયદાકારક છે.