________________
[૧૭]
અનુભવ-વાણી ઘડીયે વારંવાર કશું ન ખાવું. ચાલુ ભોજન જમવું. મિષ્ટાન્ન, પકવાન, ફરસાણ કે બહારની બજારની ચીજો ન ખાવી. જે મળે તે આનંદથી ખાવું. ખાવાની લાલચ અનેક રીતે નુકશાનકારક છે. તેમાંથી અનેક અનર્થો ઉત્પન્ન થાય છે. જીભના સ્વાદ માણસને ગુલામ બનાવે છે અને તેનાથી નૈતિક પતન થાય છે.
વ્યસન અને આતો : આ પણ એક પ્રકારની ગુલામી અને પરાધીનતા છે. તેનાથી શરીર બગડે છે, મન આ વખત તેના જ વિચામાં રહે છે. પૈસાની બરબાદી થાય છે, આબરૂ ઓછી થાય છે અને સમયને ખોટે વ્યય થાય છે. સારે અને ધમ માણસ તે જ કહેવાય કે જેને કોઈ પણ જાતનું વ્યસન ન હોય.
૪. મનનું સ્વાસ્થ: શરીર નિરોગી ત્યારે જ કહેવાય કે જ્યારે મનને શરીર માટે કશે વિચાર પણ ન આવે અથવા શરીરની ચિંતા પણ ન રહેતી હોય. નિગી શરીરવાળામાં જ મનની શાંતિ ટકી શકે છે. સુખ, શાંતિ, સંતોષ એ બધા મનની અવસ્થાનાં નામે છે. બહારની દુન્યવી વસ્તુઓ તે તેનાં નિમિત્તરૂપ છે. જેનામાં જ્ઞાન હોય, શ્રદ્ધા હોય, વિવેક હોય તે જ સાચું સુખ અને સંતોષ અનુભવી શકે છે. અને પુણ્યની પ્રાપ્તિ સારા વિચાર, સારી ભાષા અને સારા કાર્યોથી થાય છે, માટે જ મન, વચન અને કાયાને શુદ્ધ રાખવાનું, તેને સારે ઉપયોગ કરવાનું શાસ્ત્રો કહે છે. તે શીખવા માટે સુદેવ, સુગુરુ, સુધર્મનું શરણ સ્વીકારવું જોઈએ અને તેને વધુમાં વધુ સત્સંગ કરવો જોઈએ
જીવનને ઉન્નત કરવા માટે મન, વચન અને કાયાને સદુપયોગ, ધર્મ પ્રત્યે તેનું વલણ અને પાપમાંથી પાછા હઠવું-એ માર્ગ દરેકે સ્વીકારવો જોઈએ. આને માટે જ ધર્મ અને ધર્મની ક્રિયાઓ છે. અન્ય પ્રાણીઓમાં આવી વિચારશક્તિ નથી, મનુષ્યમાં તે છે, માટે જ મનુષ્યને ધર્મ આવશ્યક છે.