________________
નાની પણ ઉત્તમ શિખામણ -
[૧૭૧] ( ૨ ). નાની પણ ઉત્તમ શિખામણ આ રીર એ જીવનનું વાહન છે. શરીરવડે જીવનને બધે વ્યવહાર તે ચાલે છે, માટે શરીરને સારું, સશક્ત અને નિરોગી રાખવું તે પ્રત્યેક મનુષ્યની પવિત્ર અને મુખ્ય ફરજ છે. આ શરીર નિરોગી અને સ્વસ્થ હોય તે મન પણ પ્રફુલ્લિત અને આનંદમાં રાખી શકાય. શરીરને રોગ અને માંદગી મનને કાયમ ચિંતામાં રાખે છે અને સ્વભાવને ક્રોધી, ચીઢીયે અને રસાળ બનાવે છે. પરિણામે જીવનને આનંદ, શાંતિ અને સુખ ઊડી જાય છે.
શરીરને નિરોગી અને સ્વસ્થ રાખવા માટેના નિયમો છે, જે દરેકે કાળજીપૂર્વક અને નિશ્ચયપૂર્વક બરાબર પાળવા જોઈએ. આ નિયમ. શરીર તથા મનને બંને માટેના છે અને બન્ને માટે પાળવા જરૂરનાં છે, કેમકે શરીર અને મન એક બીજા સાથે નિકટના સંકળાએલાં છે. તે માટેના નિયમે નીચે મુજબના છે?
૧ નિયમિતતા : નિયત સમયે સૂઈ જવું અને જાગવું, ભજન, અભ્યાસ, ધર્મક્રિયા, વ્યાયામ અને દરરોજનાં બધાં કામ માટે સમય નક્કી કરેલ હોવો જોઈએ.
૨ વ્યવસ્થા અને સંભાળ: કપડાં, પુસ્તકે, બીજી બધી વસ્તુઓ, ફરનીચર, રાચરચીલું આ બધી ચીજો સાફ અને સ્વચ્છ રાખવી જોઈએ અને તેની નક્કી કરેલી જગ્યાએ એવી રીતે રાખવી જોઈએ કે જ્યારે ત્યારે તુરત જ ચીજ મળી શકે નહીં તો શોધવામાં સમય જશે, મહેનત પડશે, કંટાળો આવશે અને ક્રોધ થશે.
સુંદર વ્યવસ્થા, સાચવણી અને સ્વચ્છતા એ ઘરની શોભા છે. તેનાથી શાંતિ મળે છે.
૩. આરોગ્ય માટે (૧) ભૂખ કરતાં ઓછું ખાવું. ભૂખ ન હોય તો બિલકુલ ન ખાવું. દિવસમાં માત્ર બે વખત જ જમવું. ઘડીયે