________________
[ ૧૭ ]
અનુભવ-વાથી ઉત્પન્ન થઈ શકે ? અને તે દ્વારા કેટલું બધું કામ થઈ શકે ? આને હિસાબ કરતાં આપણે શીખવું જોઈએ. જ્ઞાન અને વિજ્ઞાનની સહાયથી આ સમજ દરેકે કેળવવી જોઈએ.
| માણસની ઉન્નતિને આધાર શ્રમ ઉપર રહે છે. શ્રમને આધાર શરીર, બુદ્ધિ અને મનની શક્તિ ઉપર રહે છે. શક્તિ અને તેની તીવ્રતા જેટલી વધુ કેળવીએ તેટલી તે વધુ વિકાસ પામે છે અને વધુ કામ આપે છે. પરંતુ તેને પૂરેપૂરે અને અવિરત ઉપગ કરવો જોઈએ. તેને માટે શિક્ષણ જોઈએ, ટેવ કેળવવી જોઈએ અને તે પ્રકારના સંસ્કાર પાડવા જોઈએ. આ જવાબદારી માબાપની છે અને જે માબાપ આ ફરજ બરોબર અને જવાબદારીપૂર્વક અદા કરે છે તેના સંતાને અવશ્યમેવ સારા થાય છે. આવા સંતાને જરૂર ઉન્નતિ સાધી શકે છે.
આમાં સબત, સહવાસ અને વાતાવરણ મહત્વનો ભાગ ભજવે છે. બાળકોને સારી સોબત આપવી, તેઓને સારા સહવાસ અને વાતાવરણમાં રાખવા અને તેઓની સાથે માબાપે પ્રેમથી વર્તવું-એ પણ તેટલું જ જરૂરનું છે. ઘરનું વાતાવરણ બહુ આનંદી, સંતોષી અને સંસ્કારી હોય તો તેની અસર બહુ જ પડે છે. જગતનો મેટે ભાગ કલુષિત વાતાવરણવાળો હોય છે. તેમાંથી કેમ બચવું અને બાળકને કેમ મુક્ત રાખવા તેની પૂરતી કાળજી રાખવાની છે.
ધૃતિ, મતિ, કીર્તિ, કાંતિ અને ધન, ધાન્ય, ધરણી અને ધણ એ જેને હોય તે માણસ ખરેખર સુખી ગણાય. સાચી ઉન્નતિ, રિદ્ધિ સિદ્ધિ, સમૃદ્ધિ સંતોષમાં રહેલી છે. અને તે બધાનું મૂળ જ્ઞાન અને સંસ્કારમાં છે. એકલી લક્ષ્મી ગુણો વિના શેભતી નથી અને આ બધું આરોગ્ય ઉપર નિર્ભર છે, માટે ઉન્નતિ કરવી હોય તે આરોગ્ય જાળવતા શીખે.