________________
સંસ્થાઓને અને હિતચિંતકને જ
[૨૧] નથી. જનતાને મક્કમ રાખવા માટે જનતાના નાયકે ડાહ્યા, સમજુ અને સારાસારના વિવેકવાળા મનુષ્યો હોવા જોઈએ.
દર વરસને અંદાજ કાઢીએ કે કેટલી નવી નવી સંસ્થાઓ ઊભી થાય છે અને સ્થપાય છે! જેટલી સંસ્થાઓની સંખ્યા વધે છે તેટલા પ્રમાણમાં નવા કાર્યકરોની સંખ્યા આપણે ઉત્પન્ન કરી શક્તા નથી. જ્યાં સુધી કાર્યકરે સારી સંખ્યામાં ઉત્પન્ન ન કરી શકીએ ત્યાં સુધી સંસ્થાઓ અને અવનવા કાર્ય કે યોજનાઓ ઊભી કરતા જઈએ તેનું પરિણામ શું ? પરિણામ એ જ કે સંસ્થાઓ પાંગળી, અપજીવી અને અકાર્યશીલ રહે છે, સમાજના ઉપર ભાર વધત જાય છે, પૈસાની અને શક્તિની બરબાદી થતી જાય છે, અને સમાજ વધુ ને વધુ દુર્બળ, નિર્બળ, નિસ્તેજ અને સત્ત્વહીન થત થાય છે. ભૂતકાળની ભવ્યતા અને આજની નિર્બળતા અને નિર્માલ્યતાની તુલના કરવામાં આવે તે સત્યશોધકને સત્ય તુરત સમજાશે. આપણું અર્થશાસ્ત્ર, વાણિજ્ય, સમાજશાસ્ત્ર કે સાપેક્ષવાદ કેટલે વ્યવહારુ છે કે અવ્યવહારુ તે આપણું પોતાના નિર્ણય અને કાર્યથી આપોઆપ સાબિત થઈ શકશે. અત્યારની આર્થિક સ્થિતિ – - જેમ મોંઘવારી વધે તેમ આર્થિક ભીંસ પણ વધે છે અને તેને પરિણામે લેકમાં સંકુચિત દષ્ટિ, નફાખોરી, સ્વાર્થ, જૂઠ, દગો અને નિષ્ફરતા વધે છે; અને દયા, પ્રમાણિકતા, નીતિ, પ્રેમ અને સદભાવ ઘટે છે. મોટા શહેરમાં કદાચ મોંઘવારી ન વર્તાય; પરંતુ ગામડામાં તેની કાતીલ અસર જણાય છે. પરાપૂર્વથી વેપારનું ક્ષેત્ર વણિકના હાથમાં હતું, પરંતુ લડાઈ જેવા કપરા કાળમાં વેપારનું તંત્ર સરકારના હાથમાં ગયું. અને સરકારી તંત્રમાં જૈનેનું સ્થાન એક ટકે પણ નથી, તેથી જેને હસ્તકને વેપાર સરકાર હસ્તક અને જૈનેતરના હાથમાં ગ; અને બાકી રહ્યો સહ્યો વેપાર સહકારી મંડળીઓ પાસે ગયો. સહકારી મંડળીઓમાં ખાસ વર્ચસ્વ ખેડૂતોનું, સહકારી