________________
[૨૦]
અનુભવ-વાથી જે કેળવણું જ આ સંકુચિતતાનું નિમિત્ત કારણ હોય તો તેવી કેળવણી પણ દોષયુક્ત ગણાય. આ પ્રશ્ન પણ સમાજના નાયકે એ અને કેળવાએલા ભાઈબહેને એ ઊકેલ જરૂર છે.
આ ઉપરથી એ ફલિત થાય છે કે--કેળવણીની સાથે સંસ્કાર અને ચારિત્રનું ઘડતર ઘડવાની વિશેષ જરૂર છે. આની મુખ્ય જવાબદારી મા-બાપની, સમાજનાયકોની, શિક્ષકોની અને ધર્મગુરુઓની રહે છે. આ પ્રશ્નોને સૌએ સાથે મળીને ગંભીરતાપૂર્વક વિચાર કરવાની અને તેને ઉપાય શોધવાની જરૂર રહે છે. આ કામ સમાજના ડાહ્યા પુરુષને આપણે સપીએ તે જ ઇષ્ટ છે. એકલી કેળવણીથી સમાજને સાચે ઉદય કે ઉત્કર્ષ થવાને નથી. સંસ્કાર અને ચારિત્રના ઘડતરની જીવનમાં મુખ્ય આવશ્યકતા છે. અને આ કાર્યધર્મના સાચા જ્ઞાનથી જ સાધી શકાશે. ધર્મનું સાચું જ્ઞાન આપવા માટે આદર્શ ધાર્મિક પાઠશાળાઓ અને આદર્શ ચારિત્રવાન શિક્ષકો જોઈએ. આદર્શ શિક્ષક તૈયાર કરવા માટે આદર્શ શિક્ષણ સંસ્થાઓ પણ હોવી જોઈએ.
આમાંનું કેટલુંક આપણા સમાજ પાસે છે; અને કેટલુંક આપણે નવું સર્જન કરવું પડશે. આ ત્યારે જ શક્ય બને કે જ્યારે જુદી જુદી સંસ્થાઓનું એકીકરણ અથવા વિલિનીકરણ થાય અથવા સંગઠન થાય. અને તેની પ્રાથમિક ભૂમિકા તે જ તૈયાર થઈ શકે કે નવી નવી સંસ્થાઓ ઊભી કરવાનો મેહ કે નાદ ઓછો થાય અને જે સંસ્થાઓ કે સાધને આજે હસ્તિમાં છે તેને જ પગભર અને વિકસિત કરવાને મક્કમ નિરધાર કરીએ. આ બાબત નાયકેએ અને ધર્મગુરુઓએ વિચારવાની રહે છે. સામાન્ય જનતા માટે તે એક જ માર્ગ છે કેતેઓએ જૂની ચાલુ સંસ્થાઓને જ વળગી રહીને તેને જ વિકસાવવી અને નવી નવી સંસ્થાઓ પ્રત્યે ઉપેક્ષાભાવ કે તટસ્થવૃત્તિ સેવવી. જનતા જે મક્કમ રહે તો સમાજમાં સંયમ જરૂર આવશે; કેમકે જનસમુદાયના સાથ અને સહકાર વિના. કોઈપણ કાર્ય કરવાને કોઈ સાથે