________________
[૨૨]
અનુભવ-વાણી
અમલદારાનુ અને કાન્ગ્રેસનુ હોય છે. એટલે જૈનના તેમાં હિસ્સા ન રહ્યો. અનાજ, ખાંડ, લેાખંડ, સીમેન્ટ વિ. જરૂરીઆતની વસ્તુ ઉપર કન્ટ્રોલ હાવાને કારણે તે વેપાર જૈતાના હાથમાં ન રહ્યો. ફક્ત કરીઆણું, કાપડ, સોનાચાંદી, શરાફી, ધીરધાર, રૂ અને તેલીખી એટલા જ ધંધા જૈને માટે ખુલ્લા છે. પરંતુ તેમાં પણ કાયદા અને કન્ટ્રોલના બંધન અને કડાકૂટ ઓછાં નથી, છતાં તે બધામાંથી જૈના પસાર થઈને ધંધા ચાલાવતા હતા. પરંતુ સરકારે નાણા ધીરધારા અને ઋણરાહતને કાયદો અને · ખેડે તેની જમીન ’ના કાયદો અમલમાં આણ્યો ત્યારથી જૈન વેપારીઓની મુશ્કેલી વધી, ધંધાનુ ક્ષેત્ર સંકુચિત થઇ ગયું, અને કમાણી ઉપર માટેા કાપ પડયો. આવક ઘટી, પણ આજીવિકા, વ્યવહારુ અને ધંધાદારી ખરચા ઘટવાને બદલે વધ્યા અને લેાકેા પાસેનું લેણું ખાટુ ગણાયું. પરિણામે ગામડાના જૈને ધસાયા અને દુષ્કાળે તેને વધુ મૂંઝવણમાં મૂક્યા. આ ઉપરાંત ધર્મ અને ધાર્મિક સંસ્થા તથા ગૌરક્ષા અને પાંજરાપેાળની સંસ્થાઓને નિભાવવાના મેળે પણ વધ્યા. આ આખું ચિત્ર જેઓ સમજી શકે તેને જ ગામડાના જૈનાની સ્થિતિની બરાબર કલ્પના આવી શકે.
જેમ સમય અને સંજોગા પલટાય તેમ જીવનની દિશા પણ ફેરવવી જોઇએ. તેા જ આપણે આપણુ સ્થાન ટકાવી શકીએ અને કદાચ ખીજાએથી આગળ પણ વધી શકીએ. તેને માટે વમાન પરિસ્થિતિ, સાધના, શક્તિ, ધગશ ને તત્પરતા આપણામાં કેટલી છે તેનું માપુ પ્રથમ કાઢી લેવું જોઇએ. પછી જે ઊણપા કે અપૂર્ણતા હોય તે કાઢી નાખવી જોઈએ. તે પછી સમાજના સામુદાયિક ઉત્કની નક્કર અને વ્યવહારુ ચાજના ઘડી કાઢવી જોઈએ, અને ત્યારબાદ તે યોજનાને અમલમાં મૂકવી જોઇએ,
આને માટે (૧) નાણું જોઇએ. (૨) અનુભવી નાયકા જોઇએ. (૩) કસાયલા કાર્યકરા જોઈએ. અને ખાસ કરીને દૃઢનિશ્ચયી