________________
સંસ્થાઓને અને હિતચિંતકને ૨
[૨૩] નિષ્ણાતોના હાથમાં લેજનાનો અમલ જોઈએ. આટલી સામગ્રી સમાજમાં છૂટછૂટી કે વેરણ છેરણ જ્યાં જ્યાં પડી હોય ત્યાં ત્યાંથી શોધી કાઢીને એકઠી કરવી જોઈએ અને તે બધાને સંયોજિત કરીને પછી કામની શરૂઆત ધીમે ધીમે પણ મક્કમ રીતે કરવી જોઈએ. જૈન કૉન્ફરન્સને સર્વવ્યાપી અને મહાન સંસ્થા બનાવવી હોય તે આ પ્રકારની યોજના હાથ ધરવી જોઈએ. આમાં સૌને સાથ અને સહકાર અવશ્ય મળશે જ. જે કામના સાચા કરવાવાળા હશે અને કામ બરાબર થતું હશે તે તેની કિંમત જરૂર ઊપજશે અને કદર પણ જરૂર થશે. અને કદાચ સમાજ પ્રશંસાના પુષ્પ ન વેરે તો પણ તેને વિરેાધ તો કઈ નહિ જ કરે તે નિશ્ચિત છે. ઉત્કર્ષને વ્યવહારુ ઉકેલ શું?
સ્થાન પરત્વે આ યોજનાને આપણે બે વિભાગમાં વહેંચી શકીએ. એક મુંબઈ અમદાવાદ, વડોદરા, સુરત, મદ્રાસ, બેંગ્લર, ઈદેર, પૂના, કલકત્તા જેવા મોટા શહેરે માટે અને બીજી નાના શહેરે અને ગામડાં માટે. કેમકે બંનેનાં સાધનો, સંગે, માણસ અને શક્યતા જુદા જુદા પ્રકારનાં હોય છે. મોટા શહેરે માટે પેજના વિશાળ પાયાની અને વિસ્તૃત જોઈએ. નાના શહેર અને ગામડાં માટે જનાને અમલ નાના પાયા ઉપર અને સ્થાનિક પૂરતો હોવો જોઈએ. અને આ આખી જનાનું સંચાલન જૈન કૉન્ફરન્સ જેવી મધ્યસ્થ સંસ્થા હસ્તક હેવું જોઈએ. .
જનાને અમલ કરવા માટે પૈસા જોઈએ. મેટી રકમના નવા પૈસા ઊભા કરવાનું કામ સહેલું નથી. એટલે ઉત્કર્ષ ફંડમાં રૂા. ૧,૬૨,૦૦૦ જે એકઠા થયા છે તેમાંથી રૂા. સવા લાખની થાપણ રોકીને એક બીજી નવી “અખિલ ભારતીય સહકારી મંડળી” સ્થાપવી અને રૂા. ૧૦ ના અકેક શેરથી રૂા. પાંચ લાખનું ભંડોળ ઊભું કરવું. જે જે શહેર રૂ. દશ હજારનું ભડળ સ્થાનિક ઊભું કરે તેને બીજા