________________
આરોગ્યની દષ્ટિએ
[ ૧૮૧] ભાગીદાર તરીકે માનવી જોઈએ અને તેના પ્રત્યે સન્માન રાખવું જોઈએ. ૩. બંનેએ જુદા જુદા અલગ બીછાને સૂવું જોઈએ અને શક્ય હોય તે જુદા જુદા ઓરડામાં સૂવું જોઈએ. આ પ્રથાની ખાસ જરૂર છે ૪. સ્ત્રી સગર્ભા થયા પછી છ મહિને તેણે પીયર ચાલ્યા જવું જોઈએ અને પીયરમાં જ પ્રસુતિ કરવી જોઈએ. બાળક જમ્યા પછી છ માસનું થાય ત્યાર પછી જ સ્ત્રીએ સાસરે જવું જોઈએ. ૫. જન્મેલા બાળકને વરસ અથવા વધુ સમય સુધી માતાએ પિતાનું સ્તનપાન કરાવવું જોઈએ. સ્તનપાન વધુ સમય સુધી ચાલુ રાખવાથી માતાનું શરીર, શક્તિ કે જુવાની ક્ષીણ થઈ જાય છે–આ માન્યતા ખોટી છે. આમ કરવું ઈષ્ટ નથી. માતા આમ કરે તો તે માતા નથી, પણ બચ્ચાંની વેરણ છે. આની પાછળને ઈરાદો સાર હતો નથી; પણ વિષયતૃપ્તિ કે જુવાની જાળવી રાખવાને જ હોય છે. માંદગી કે નબળાઈનું કારણ હોય તે સંતવ્ય છે.
૬. બે પ્રસૂતિ વચ્ચે ઓછામાં ઓછું ત્રણ વર્ષ અને બને તે પાંચ વર્ષનું અંતર હોવું જ જોઈએ. આને માટે કાં તો સંયમ કેળવો જોઈએ, અથવા વિખૂટા રહેવું જોઈએ. અથવા સંતતિ–નિયમનના સાધન વડે પ્રજોત્પતિ અટકાવવી જોઈએ. પ્રજા વેચ્છાથી આ નિયમ ન પાળે તે કાયદાથી તેને અમલ કરાવવો જોઈએ. અને તેનાથી ન સમજે તો પછી વધુ સંતતીવાળા ઉપર વધુ કર-વેરે કે ખાસ મુંડકાવેરે સરકારે નાખવો જોઈએ. અથવા તો જેલની શિક્ષા ફરમાવવી જોઈએ. આ પગલું કદાચ આકરું કે વધુ પડતું લાગશે, પરંતુ એકાદ રેશનકાર્ડનું અનાજ ખોટી રીતે લેનારને દંડ કે સજા કરી શકાય છે તો દેશને મુશ્કેલીમાં મૂકનારને શા માટે સજા કે દંડ ન થઈ શકે? બે ત્રણ વર્ષ આ રીતે કાયદાને કડક અમલ કરી થોડાઘણા દાખલા બેસાડવામાં આવશે તે લેકે નિયમનું પાલન કરતા અવશ્ય થઈ જશે. ૭. કોઈ પણ માણસને ત્રણથી ચાર કરતાં વધુ સંતાન હોવા જ ન જોઈએ. અને તેને માટે પૂરતી તકેદારી. કે કાળજી રાખવી