________________
[૧૮૦]
અનુભવવા દુઃખનું કારણે તે પોતે જ છે માટે બીજાને દોષ દેવાનું છોડી દે. કાયરતા રુદન ચિંતા કે બળાપે ખંખેરી નાખ, જાગૃત બન, હશિયાર થા, કામે લાગ, લેકટીકાની દરકાર ન કર. નીતિથી અને જાતમહેનત તથા બુદ્ધિચાતુર્યવડે કામ કરી કમા અને વધુ કમા. આવક કરતાં ખર્ચ ઓછો રાખ. કોઇ પણ મહેનતનું કામ કરવામાં શરમ નથી. દુઃખના માર્યા દેશ, વતન અને દોલત છોડીને દુઃખી સ્થિતિમાં મુકાઈ ગયેલા સીધી મુલ્લાની કે પંજાબી ભાઈઓ અત્રે આવીને જાતમહેનત અને હિંમતથી ઠરીઠામ થઈ શક્યા છે તે દાખલ તારી સમક્ષ છે. તે તું પૂણુ “કરમ કેળીના અને જાત ગરાશિયાની” એ તારે માથેનું કલંક ધોઈ નાખ અને જગતને તારા વર્તનથી ખાત્રી કરાવી આપ કે હવે મારે “કમ ગરાસીયાના (ક્ષત્રિયના) છે અને જાતમહેનત કેળીની (શ્રમજીવીની) છે.”
અત્યારની ચાલુ સૃષ્ટિનું આ ચલચિત્ર જોયા પછી તેની પાછળ શું ચાલી રહ્યું છે તે પ્રત્યે દષ્ટિ નાખીએ અને તેમાંથી સાર કાઢીએ. ભારતમાં શક્તિ અને સાધન કરતાં જન્મપ્રમાણુ બહુ અધિક છે. આથી દેશ, પ્રજા અને જીવન ઉપર બોજો એટલે બધો વધી ગયું છે અને વધી રહ્યો છે કે જે સહન થઈ શકે તેમ નથી. ઝાઝા જન્મ, ઝાઝી નબળાઈ, વધુ માંદગી, વધુ ખર્ચ, વધુ ઉપાધિ, વધુ કરવેરા, વધુ મરણ, વધુ બેજા અને દુઃખ-આ ચીતાર જુઓ, જાણો, સમજે, તેના પરિણામને ખ્યાલ કરે અને તેમાંથી બચવા માટે આખી પ્રજાએ શું કરવું જોઈએ તેને નિર્ણય કરે. જગતને ડાહ્યા પુરુષ અને શાસ્ત્રો આને માટે નીચે મુજબ કહે છે
૧. માબાપે પુત્રને ૨૫ વર્ષે અને પુત્રીને ૨૦ વર્ષે અથવા તેથી મોડા પરણાવવા, લગ્ન પછી ૩ કે ૫ વર્ષ સુધી પુત્રીને સાસરે જતી આવતી રાખવી પરંતુ કાયમ સાસરે ન રાખવી. સાસરાપક્ષે ખાસ કરીને પતિએ એ પ્રથાને શિરે માન્ય કરવી જ જોઈએ. ૨. સ્ત્રીને માત્ર વિષયવાસનાની તૃપ્તિનું સાધન ન માનતા તેને સખી, મિત્ર કે