________________
[ X૮૬ ]
અનુભવ-વાણી
જોઇએ. ૮. સામાન્ય રીતે એ નિયમ હાવા જોઇએ કે ૪૦ થી ૪૫ વર્ષની ઉંમર થાય તે પછી પતિએ વાનપ્રસ્થ લેવું જોઇએ અને બ્રહ્મચર્ય વ્રત પાળવું જોઇએ; અને પુત્રના લગ્ન થાય અથવા પુત્ર-વધૂને પ્રથમ બાળક જન્મે તે પછી માબાપે અવશ્ય બ્રહ્મચર્ય વ્રત પાળવું જોઇએ. સાસુ વહુને સાથે સુવાવડ થાય તે પ્રસંગ વ્યવહારુ દષ્ટિએ પણ ઉચિત નથી. પુત્રી કે પુત્રવધૂને રંડાપેા આવે તે સમયથી માબાપે અને વડીલોએ ત્યાગ અને સંયમના નિયમા ક્રજિયાત પાળવા જોઇએ. આમાં માનવતા રહેલી છે. તે જ સંસાર દીપે અને વાતાવરણ શુદ્ધ રહે. સંયમી નરનારી જ જગતમાં દેવદેવીરૂપ અને વંદનીય થાય છે. ૯. પુરુષ કરતાં સ્ત્રી વધુ સંયમી અને ત્યાગવૃત્તિવાળી હોય છે. પુરુષ જ મોટા ભાગે ચંચળૠત્તિના, નિર્મૂળ મનના અને વધુ માહાંધ હોય છે. અને પુરુષનું વર્ચસ્વ મનાતુ હાવાથી સ્ત્રીઓને પુરુષની ઈચ્છાને પેાતાની ઈચ્છા વિરુદ્ધ આધીન થવુ પડે છે. પ્રસૂતિ, કસુવાવડ અને તેને અંગેનાં અનેક કષ્ટો, અનેક યાતના અને અનેક વ્યાધિએ સ્ત્રીજાતિને જિયાત અને મરજી વિરુદ્ધ ભાગવવા પડે છે અને મરણને શરણુ વહેલુ થવુ પડે છે. યુરેાપ, અમેરિકાના સ્વતંત્ર દેશમાં સ્ત્રીની ઈચ્છા વિરુદ્ધ પુરુષ બળાત્કાર કે બળજબરી કરી શકતા નથી. ત્યાં સ્ત્રીમાં સ્ત્રીત્વ અને સ્ત્રીશક્તિ પ્રબળ હાય છે. ભારતમાં સ્ત્રી નિરાધાર, નિળ, અબળા અથવા પરાધીન છે. સાથે સાથે તે ભલી, ભાળી, સરળ અને આજ્ઞાંકિત છે. પતિને પ્રભુ માની સેવા કરે છે; પરંતુ પતિ તે પતિ ન રહેતાં પાશવી બને છે એટલે પુરુષોની શાન ઠેકાણે આણવી જોઇએ. ૧૦. મજબૂત માબાપાના બાળકા જ પુષ્ટ, દેખાવડા અને તંદુરસ્ત હોય છે. આજે ભારતમાં જ્યાં ત્યાં નબળા, રાગી, ખીમાર બાળકા મેાટી સંખ્યામાં નજરે પડે છે. માંદગીને અંગે કુટુબ હેરાન થાય છે, સારવારમાં સમય, શક્તિ અને ધનવ્યય ધણા થાય છે અને બાળમરણનું પ્રમાણ બહુ રહે છે. આ બધા માન્ને સમાજ ઉપર, દેશ ઉપર અને કુટુંબ ઉપર કેટલા બધા રહે છે ! આ બધાના દોષ પુરુષવર્ગ` ઉપર્ છે. આ ગુન્હા બદલ ગુન્હેગારને સખ્ત