________________
[ ૩૧ ]
લેખસંપર્કને બને તેટલે અભાવ હોવો એ જરૂરી છે. એકાંતવાસ, વાંચન, મનન, જાપ, ધ્યાન અને યોગ-એ વડે અને એ દ્વારાજ આપણે આમસ્વરૂપને જાણી શકીએ. અન્ય સૌ વ્યવસાય, ક્રિયાકાંડ કે ઇતર બહારની પ્રવૃત્તિઓ અમુક હદે પહોંચ્યા પછી બજારૂપ અને બંધનરૂપ થાય છે.
મારી પોતાની માન્યતા આ પ્રકારની છે. અને તે માન્યતા દત હેવાથી તે મુજબ તેવા પ્રકારનું હવે પછીનું જીવન જીવવાની મારી જીજ્ઞાસા છે. જો કે તેને માટે ભારે હજુ ઘણી તૈયારીઓ કરવાની બાકી છે. મારી ત્રુટિઓનું મને ભાન છે. મારે પુરૂષાર્થ હજુ અપુરતો છે. છતા તે માટેની ભાવના એટલી પ્રબળ છે કે ક્રમે ક્રમે મારા પ્રયતને હું વધુ જેસથી ચાલુ રાખીશ. મનોબળ, નિશ્ચય અને પુરૂષાર્થ ફેરવવાથી આ દિશામાં હું જરૂર પ્રગતિ સાધી શકીશ એવી મને અટળ શ્રદ્ધા છે.
આ આત્મસ્થા એટલા માટે હું લખું છું કે મારું જીવન જે પ્રકારનું છે તે હું જગત પાસે સત્ય સ્વરૂપે યથાર્થ રજુ કરી શકું. મેટાઈ, કીર્તિ કે આમપ્રશંસા માટે હું જગત સમક્ષ તે રજુ નથી કરતો; પરંતુ કહિતની દષ્ટિ મારા જીવનમાં મુખ્ય સત્તા ભોગવે છે. એટલે જેને જે ચે તે આમાંથી લઈ શકે છે. મારી ત્રુટીઓ અને નબળાઈ ભલે મારી પાસે રહે. આમાં જેને જે કાંઈ સારું લાગે તે લેવાને તેને સંપૂર્ણ અધિકાર છે. મારું અથવા મારી પાસે જે કાંઈ. છે તે મારી અંગત મિલકત નથી. મને જગત પાસેથી તે બધું મળ્યું છે. મરણ પછી જગતને તે મળે તે કરતાં મારી હૈયાતીમાં મારા હાથે જગતને તે બધું સમર્પણ કરી દઉં તે ભારે ભાર હળવો થાય અને હૃદય કંઈક વધુ શાંતિ અનુભવી શકે.
આ હેતુથી મારા જુદા જુદા સમયના વેરણછેરણ પડેલા લેખે એકત્ર અને વ્યવસ્થિત કરી પુસ્તકરૂપે સંકલિત કરી જાહેર જનતા પાસે