________________
[ ૧૮ ]
તે સમયમાં નિશાળમાં બીજી અને ત્રીજી ચોપડી એક વર્ષમાં સાથે શીખવતા. ધૂળી નિશાળમાં શીખીને આવેલ વિદ્યાર્થી અકેક વર્ષમાં ધારે તે બબ્બે ચેપડી કરી શકે. જેને ગુજરાતી ભાષા, ગણિત, ઈતિહાસ, ભૂગોળ, વ્યાકરણ, પદાર્થપાઠ, વિજ્ઞાન, નામું અને લેખનવાચન બરાબર શીખવું હોય તે ગુજરાતી છઠ્ઠી, સાતમી કે આઠમી ચે પડી સુધી ભણત. પણ જેને અંગ્રેજી ભણવા-ભણાવવાની તાલાવેલી હેય તે તે ગુજરાતી પાંચ ચોપડી ભણીને અંગ્રેજી નિશાળમાં દાખલ થતો. મારે તે ગુજરાતીનું પાકું જ્ઞાન મેળવવું હતું, અને તે પછી ઈંગ્રેજી પણ ઠેઠ સુધી અભ્યાસ કરવાનો અને સ્નાતક (ગ્રેજ્યુએટ) થવાને પ્રથમથી જ મારે દઢ સંકલ્પ અને નિશ્ચય હતો. એટલે મેં ગુજરાતી છઠ્ઠા ધોરણ સુધી અભ્યાસ કરીને પછી અંગ્રેજીનો અભ્યાસ શરૂ કર્યો. ભણવાની બહુ તમન્ના હતી. પિતાશ્રીના રવભાવને કારણે ભારે મહાલ્લાના કે બહારના કેઈ ભાઈબંધ કે દેતે હતા નહિ; તેથી બહુ બહાર જવાનું કે રમવા–રખડવાનું મારે હતું નહિ. આખો વખત ભણવાનું કે વાંચવાનું, થોડો વખત ઘરકામ કરવાનું, રાત્રે સૂતી વખતે માતાજી એકાદ બેધદાયક વાર્તા કહે તે એક ચિત્તે સાંભળવાનું અને તેમાંથી સાર ગ્રહણ કરવાનું, સમયસર નિશાળે જવાનું–આ મારે દૈનિક કાર્યક્રમ હતો. કુદરતે સમજશક્તિ, સ્મરણશક્તિ, તર્કશક્તિ, મને બળ અને નવું નવું જાણવાની અને તે ઉપર વિચાર કરવાની તમન્ના-આટલી બક્ષીસ અને આવી આદત આપી હતી તેથી ભણવામાં હું પહેલું કે બીજે નંબર રાખતો અને પરીક્ષામાં પણ પહેલા કે બીજા નંબરે પાસ થતો.
વડિલેને કાબૂ અને આમન્યા તે જમાનામાં એટલા બધા હતા કે તેને વિરોધ કેઈથી થઈ શકે જ નહિ. વળી જ્ઞાતિમાં અને સમાજમાં અમારા કુટુંબની કીર્તિ અને પ્રતિષ્ઠા બહુ હતા. મારા દાદાજી જે કે નોકરી કરતા હતા અને વાર્ષિક પગાર રૂા. ૭૫૦ જ હતા. છતાં તે વખતના મુખ્ય મુનીમની સત્તા, કાર્યશક્તિ, અને અનુભવ એટલા