________________
[ ૧૮ ]
બધા હતા કે લેક મનીને જ શેઠ કરતાં વધુ ઓળખતા. તે સમયના શેઠીઆઓ પણ એવા સખી દિલના હતા કે મુનીમમાં તેઓ સંપૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધા રાખતા. દાદાજીના શેઠને રૂ, કેરોસીન અને શરાફીને ધંધો હતો. શેઠીઆઓ મુંબઈમાં રહેતા. તેઓને મહુવા, ભાવનગર અને મુંબઈમાં પેઢીઓ હતી. ભાવનગરની પેઢી દાદાજી સંભાળતા. દાદાજી જે કે સાદા અને સામાન્ય સ્થિતિના હતા, પણ દિલના દયાળુ, ઉદાર, પરોપકારી અને સેવાભાવી એટલા બધા હતા કે સૌને તેમના પ્રત્યે બહુ જ મમતા અને સદ્ભાવ હતા. બધા ક્ષેત્રે તેમણે પરમાર્થ અને સેવાનાં કાર્યો જ કર્યા છે. તેમના આ સ્વભાવને લઈને મારી માત્ર દશ વર્ષની ઉંમરે જ તેમણે, મારા પિતાશ્રીને વિરોધ છતાં, મારું વેવિશાળ કરી નાખ્યું. બાર તેર વર્ષની ઉંમરે જ્યારે હું ઈગ્રેજી ચોથા ધોરણમાં અભ્યાસ કરતા હતા ત્યારે મારી ઈચ્છા ન હોવા છતાં વડિલેની આજ્ઞાના પાલન અર્થે મારે લગ્નગ્રંથીથી ફરજિયાત જોડાવું પડ્યું. આટલી નાની ઉંમરે અને તે પણ વિદ્યાર્થી અવસ્થામાં મારા લગ્ન થાય, તે વિચારે જ હું ત્રાસી ઉડ્યો. પરંતુ વડિલેની આજ્ઞાને શિરેધાર્ય કરવી એ મારે જીવનમંત્ર હતું. એટલે હું તેઓની ઈચ્છાને તાબે થયે. મને મુખ્ય ભય એ હતો કે લગ્ન પછી અભ્યાસ ચાલુ રહી શકતો નથી; એટલે મારે સ્નાતક થવાને નિશ્ચય જે પાર ન પડે તે હું નિશ્ચયભંગને દોષ શી રીતે સહન કરી શકીશ. કરેલ નિર્ણયનું કેઈપણ ભોગે પાલન થવું જ જોઈએ એ મારો સ્વભાવ હતે. મારે માટે આ એક મોટામાં મોટું ધર્મસંકટ હતું. મારા લગ્ન થયા પછી હું તરત જ ભાવનગરની જૈન બોડિંગમાં રહેવા માટે ચાલ્યા ગયે. માત્ર સવાર સાંજ બે વખત ઘેર જમવા આવત. જમીને સ્કૂલમાં જતા અને સાંજે સ્કૂલમાંથી ઘેર આવી જમીને બોર્ડિંગમાં ચાલ્યો જતે. આ રીતે અંગ્રેજી ચોથા, પાંચમા અને છઠ્ઠા ધોરણ સુધી ભાવનગર જૈન બેન્કિંગમાં રહીને મેં અભ્યાસ કર્યો.
કુટુંબમાં માતાજીની લાંબી માંદગી, ભાઈઓ તથા બહેનની અને તેઓના અભ્યાસની કાળજી અને ઘરકામ, આ બધી જવાબદારી