________________
[ ૨૦ ]
મારા પત્ની સંભાળતા. મારે પણ અભ્યાસ ઉપરાંત કુટુંબની વ્યવસ્થા થોડી ઘણી સંભાળવી પડતી. પિતાશ્રીને અને મને એમ લાગ્યું કે જે હું ભાવનગર રહીશ તે હું અભ્યાસ નહિ કરી શકે, એટલે જે હું મુંબઈ ભણવા જઉં તે વધુ સારું. મારા બંને કાકા મુંબઈમાં સાથે રહેતા હતા, પરંતુ તેમને ત્યાં સાથે રહીને અભ્યાસ કરે મને નહિ ફાવે અને બીજે કઈ ઠેકાણે રહેવાની સગવડ થાય તેમ નહોતું. છેવટે શેઠ નરોત્તમદાસ ભાણજી સાંતાક્રુઝમાં રહેતા હતા અને તેઓ પણ બહુ જ ઉદાર દિલના સખો ગૃહસ્થ હતા, તેમને ત્યાં તેમના બંગલે રહીને અભ્યાસ કરવાનું દાદાજીએ તથા પિતાશ્રીએ મારા માટે નક્કી કરાવી આપ્યું. એટલે હું મેટ્રીકથી અભ્યાસ કરવા મુંબઈ આવ્યું અને ન્યુ હાઈસ્કૂલમાં દાખલ થયો. શેઠ ત્રિભોવનદાસ ભાણજીના બંને પુત્રો પ્રેમચંદ (૫મુભાઈ) અને દાદર (દામુભાઈ) પણ ન્યુ હાઈ સ્કૂલમાં જ તે વખતે ભણતા હતા એટલે મને પણ બહુ અનુકૂળતા થઈ ગઈ
મુંબઈનું જીવન ધોરણ વધુ ખર્ચાળ, ફી પણ વધુ, અને સવારે નવ વાગે જમી પરવારીને મુંબઈ પણ અગ્યારે સ્કૂલમાં પહોંચીએ અને સાંજે છ વાગે સ્કૂલમાંથી છૂટીને સાડા સાત વાગે સાંતાક્રુઝ જઈને જમવા પામીએ. એટલે બપોરના ચા-નાસ્તાને પણ ખર્ચ થાય. આ રીતે ખાધા. ખોરાકી સીવાયને કુલ ખર્ચ માસિક રૂપીઆ ૧૫ થી ૨૦ ને સહેજે લાગે. પિતાશ્રીને રૂા. ૩૦)ને પગાર મળતો. તેમાં છ માણસને ભરણપોષણને ખર્ચ અને વ્યવહાર નિભાવવાને હતા. એટલે પ્રથમથી જ મેં એ નિશ્ચય કરી લીધેલ હતો કે મારે મારા પગ ઉપર ઉભા રહેવું. ભાવનગરમાં પણ હું કલાસના નબળા વિદ્યાર્થીઓને ભણાવીને મારે ખીસાખર્ચ મેળવી લેતે હતે. એટલે મુંબઈમાં પણ મેં વિદ્યાર્થીઓને ઘેર જઈ ભણાવવાનું કામ હાથ ધર્યું. સારા કુટુંબમાં છોકરા કે છોકરીઓને હું ભણાવવા જતો. પગાર જે કાંઈ આપે તે હું રવીકારી લેતો. હું પગાર ખાતર ભણાવતે નહતો.