________________
[ ૧૭ ] અને લેખાંનું આ શિક્ષણ વણિકપુત્રને વેપારમાં, હિસાબમાં અને નામામાં અંદગી સુધી એટલું બધું ઉપયોગી થાય છે કે તે શીખેલ માણસ ધંધાદારી ક્ષેત્રે બહુ ઝડપથી આગળ વધી શકે છે.
આ રીતે ઘૂળી નિશાળને અભ્યાસ કરી દરબારી નિશાળમાં ગુજરાતી પહેલી ચોપડીમાં હું દાખલ થયો. ઘરમાં પિતાજીનો બહુ જ કડક સ્વભાવ હતે. વ્યવસ્થા અને શિસ્તમાં તેઓ બહુ માનતા. તેમની હાજરીમાં રમવું, રડવું, તોફાન-મસ્તી કરવા, ભાઈભાંડુમાં લડવું કે ઘરમાં કાંઈ તોડવું, ફેડવું કે બગાડવું, તે તે તદ્દન અશક્ય જ હતું. તેઓ આવવાના હોય તે પહેલાં ઘરમાં આવીને ડાહ્યા ડમરા થઈ લેસન કરવા કે ઘરકામ કરવા હું બેસી જતો. જે તે મને રમતા કે રખડતા દેખી જાય, ધીંગા–મસ્તી કરતા કે ઘરમાં અમને લડતા કે રડતા જુએ તે તેમને ઉગ્ર ઠપકે સાંભળવો પડે અને કઈ વખત ધોલ કે તમાચો પણ ખાવો પડે. તેમના ઉગ્ર સ્વભાવ અને કડક શિસ્ત અને અણીશુદ્ધ ઘર વ્યવસ્થાના ચુસ્ત નિયમને લઇને અમે કદિ પણ તેમની સાથે જમવા બેસવાની, વાત કરવાની કે તેમની નજીક જવાની હિંમત કરી શકતા નહિ. આનું પરિણામ એ આવ્યું કે પિતાશ્રીના ધાકથી અને ઉગ્ર સ્વભાવથી ઘરના સૌ કોઈ ડરતા. આથી ઘરમાં બાહ્ય દષ્ટિએ વાતાવરણ શાંત અને વ્યવસ્થિત લાગે; પણ ઘરના સૌ કોઈના હૃદયમાં કાયમને ભય રહ્યા કરે. પરિણામે હું જે કે શિરત, શાંતિ અને વ્યવસ્થા શીખે; પરંતુ હૃધ્ય ભીરૂ બન્યું. આ અનુભવ ઉપરથી મેં મક્કમ નિશ્ચય કર્યો કે મારે શાંત સ્વભાવ કેળવવાની અને ઘરનું વાતાવરણ કાયમ માટે આનંદ, પ્રેમ, નિર્ભયતા અને સહીષ્ણુતાવાળું રાખવાની ખાસ કાળજી રાખવી. કોઈ વખત ખરાબમાંથી પણ સારું પરિણામ લાવી શકાય છે, પરંતુ સારામાંથી વધુ સારું ઉભવવાના સંજોગે જે હેય તો તે વધુ ઈચ્છનીય છે. માટે દરેક માણસની અને ખાસ કરીને કુટુંબના નાયકની એ પવિત્ર ફરજ થઈ પડે છે કે પોતે શાંત સ્વભાવ, સહીષ્ણુતા, ન્યાયબુદ્ધિ અને ઉદારતાના ગુણ કેળવવા અને કુટુંબમાં તેવા સંસ્કાર રેડવા.