________________
[18]
ટ્રેનમાં ઘેર આવતા. તે વખતના લેકામાં પ્રેમ, સંબંધ અને સદ્ભાવ એવા હતા કે ઉપરી અધિકારી અને તેમના હાથ નીચે કામ કરનારા વચ્ચે સત્તાને ધમંડ કે ઉંચા નીચાના ભેદભાવની આજના જેવી દિવાલા નહેાતી. એફીસમાં એફીસ જેવા વર્તાવ હાય. પણ ઓફીસ છેડવા પછી સૌ કાઈ સરખા હોય તે રીતે ખેલે, હળેમળે અને વરતે.
ગામડી ધૂળનિશાળમાં આંક અને અક્ષરજ્ઞાન લેવા મને પાંચમાં વની શરૂઆતમાં બેસાડવામાં આવ્યા. મહેતાજી શરૂશરૂમાં ઘેર તેડવા આવતા. આંક શીખવવાના આઠ આના મહેતા લેતા. કક્કો, બારાખડી (બારાક્ષરી ) અને શબ્દો તથા પાર્ડ વાંચતા શીખવવાના એક રૂપીએ લેતા. વારપર્વના દિવસે મહેતાને અનાજ, સીધું
ફળમેવા દરેક ઘેરથી મળે. મોટા પર્વના દિવસે, બળેવ, દશરા કે શ્રાદ્ધપક્ષમાં તેને કાઇ કાઇ ઘેરથી ધોતીયું કે સાડલો મળે; દિવાળીની દક્ષિણામાં ચાર આના કે આઠ આના મળે એટલે સાકરામ મહેતાજી સતાપ પામે. એકલા પડે ૪૦ થી ૪૫ છેાકરા છેકરીઓને તે ભણાવતા. સાંજે સૌને મેાપાટ લેવડાવતા. દર અઠવાડીએ કાને કાઇના તરફથી ખાવાની વસ્તુએ વહેંચવા માટે નિશાળમાં આવતી. પાઈ કે પૈસાની ખાવાની ચીજ બાળકાને નિશાળમાં જ્યારે વહેંચાય ત્યારે તેને કેટલેા બધા આનંદ, ઉલ્લાસ અને હર્ષ થાય છે ! નિર્દોષ બાળકોના આનંદમાં અત્યારની પ્રજામાંથી આનંદ લેનારા કેટલા માબાપે કે પ્રજાજના નીકળશે ! ઉદાર ભાવનાના અલૌકિક આનંદ માણનારા આજે બહુ જ ઓછા લેાકેા જોવામાં આવે છે.
એક વર્ષીના સમયમાં તેા સાળ આંક, મૂળાક્ષરાં, ખારાખડી તથા શબ્દો તા હું શીખી ગયા, પરંતુ સાથેા સાથે કેટલીએ ખેાધદાયક વાર્તાઓ, ગીતા, કહેવતા અને શિખામણા મને નિશાળમાં શીખવા મળી ! તે પછી છ મહિનામાં ધાત, કાષ્ટકા, લેખાં અને સામાન્ય હિસાબેા અને વાંચતા લખતા પણ મને આવડી ગયું. આંક, હિસાબ