________________
.
શ્રાવક-શ્રાવિકા ઉત્કર્ષ
[૫] (૯) જેની જેની લેન, મદદ, ગ્રાન્ટ કે બીજી માગણીની અરજીઓ કે કાગળો આવે તેને નિર્ણય અને નિકાલ વધુમાં વધુ આઠ દિવસમાં કરે જોઈએ અને દરેક કાગળના જવાબ કે પહોંચ વગર વિલંબે આપવા જોઈએ. '
(૧૦) કોન્ફરન્સવતી જે જે મંત્રીઓ, સભ્યો, નિરીક્ષકે કે પ્રચારકો બહારગામ જાય તે દરેકને ત્રીજા વર્ગનું ટ્રેઈન ભાડું, મેટર કે બસ ભાડું અને દરરોજના રૂ. ૫) લેખે ભથું ફરજિયાત આપવું અને દરેકે તે લેવું. બીજી રીતે કોન્ફરન્સના ફંડમાં જે કાંઈ રકમ વધુ આપવી હોય તે તે દરેક સભ્ય આપી શકે છે. આમ થશે તો જ કાર્યકરોની સેવા મળી શકશે.
(૧૧) ચાલુ સાલમાં શ્રાવક-શ્રાવિકાના ઉત્કર્ષ માટે ડિસેમ્બર સુધીમાં રૂા. ૫૦ હજાર ગ્રાન્ટ, લેન કે મદદમાં અને તે માટેના ખર્ચમાં કે વ્યવસ્થામાં વાપરવા માટે મંજૂર કરવા જોઈએ કે જેથી આખા સમાજમાં પરિણામની આશા બંધાય અને નિરાશાના વાતાવરણમાં આશાના અંકુર ફુટે. આથી કોન્ફરન્સ માટે લેકમત પણ સારે બંધાશે અને એના પ્રત્યે મમતા વધશે. આ વાતાવરણ ઊભું કરવાની ખાસ જરૂર છે.
૧૨) દર વરસે રૂા. ૫૦ હજાર ખર્ચવાનો નિર્ણય કરે અને ત્રણ વર્ષ સુધી આ કાર્ય ચાલુ રાખવું. તે ઉપરથી કામ કેવું થાય છે ? પરિણામ કેવું આવે છે ? કામની કદર–પ્રશંસા કેવી થાય છે ? તથા નાણાંની મદદ કેવી મળે છે ? તે ત્રણ વર્ષ સુધીમાં સ્પષ્ટ સમજાઈ જશે. તે દરમ્યાન ભવિષ્યની પાંચ કે દશ વર્ષની યુજના ઘડી કાઢવી.
(૧૩) શ્રાવક-શ્રાવિકાના ઉત્કર્ષ ફંડમાંથી વ્યવસ્થા ખર્ચમાં વાપરવાની જોગવાઈ રાખવી જોઈએ. વ્યવસ્થા સિવાય કાર્યને હેતુ સર્વાશે સિદ્ધ નહિ થાય.
(૧૪) કોઈ પણ રકમ કે ટ્રસ્ટ કોઈ પણ સામાન્ય કે ખાસ હેતુ માટે કોઈને તરફથી સેંપવામાં આવે તે જે શરતે સોંપવામાં આવે