________________
[ ૭૪ ]
અનુભવ-વાણ પ્રવૃત્તિ ધંધાની કે ધ્યેયસિદ્ધિના કામકાજની રહે છે. (૫) જાહેર, પ્રજાકીય, સામાજિક, સાર્વજનિક પ્રવૃત્તિઓ, ધાર્મિક પર્વો કે પ્રસંગેના ઉત્સવો, મહેન્સ, ઉદ્દઘાટન, અધિવેશન, મેળાવડા, આખ્યાન, વ્યાખ્યાન, ચર્ચા, વિચારણ, ઠરાવો અને પ્રવાસ કાર્યો અને તેને છાપાએમાં આવતા અહેવાલને વાંચન દ્વારા પરિચય-આ અને આવા અનેક કાર્યોમાં અને તેની પાછળ જીવનને ઘણો સમય જાણે કે અજાણે, વ્યસનથી ખર્ચાય છે, સમયની સાથે આંખ, કાન, વાચા અને બુદ્ધિને ઉપયોગ પણ તે કાર્યોમાં ઘણું વધી ગયું છે અને હજુ પણ વધતો જ જાય છે અને તેમાં ધનને વ્યય પણ ઘણે વધતો જાય છે. આ બધાને શાંત ચિત્તે, સ્થિરતાપૂર્વક, વિવેકબુદ્ધિથી વિચાર કરવામાં આવે કે આમાં ઉપયોગી બાબત કેટલી તે આપણે વિવેકશકિત માટે આપણને તિરસ્કાર છૂટે અને મૂર્ખાઈ માટે હસવું આવે. - ધંધાના સરવૈયા કરતાં જિંદગીનું અને જીવનનું સરવૈયું કાઢવું બહુ જ જરૂરનું છે. ન્હાના મોટા સૌ રજેરજના જીવનને હિસાબ લખે અને હિસાબ રાખે તે ઘણો ખોટે ખર્ચ અટકાવી શકે, ઘણી ગેરસમજ કે ચિંતાઓ ટાળી શકાય અને જીવનપંથ ઉજાળી શકે. રેજ ન બને તે દર મહિને કે દર વરસે હિસાબ તપાસે, છેવટે આફત કે આફતના સમયે તારણ કાઢે તે પણ ઘણું મૂર્ખાઈઓ થતી અટકાવી શકે અને ભવિષ્ય સુધારી શકે. આ જાતની તાલીમ દરેકે લેવી જોઈએ અને ટેવ કેળવવી જોઈએ.
આજે છાપાંઓ, પુસ્તકો, સંસ્થાઓ અને તેના અહેવાલે, સભાઓ અને તેની પ્રવૃત્તિઓ બહુ જ વધ્યા છે. નાટક, સિનેમા પણ વધતા ચાલ્યા છે. ઉજમણું અને અઢાઈ મહેસ, ભાગવતી દીક્ષા અને પદવીદાન, જયંતિઓ અને યાત્રાઓ, પ્રતિષ્ઠા અને ઉદ્દધાટને, પરિષદે અને કેન્ફરન્સ, વ્યક્તિઓના બહુમાન અને સન્માન સમારંભેની પ્રવૃત્તિઓ પણ આપણે ઘણી વધારી મૂકી છે. આ બધી ક્રિયાએને શુભ પ્રવૃત્તિઓ તરીકે ગણવામાં આવી છે અને એક દષ્ટિએ એ જરૂરી