________________
વિચાર કરી આગળ વધે જ
[ ૭૩ ] (૫) રુક જાવ, વિચાર કરે, અને પછી આગળ વધે.. !
Vગતના જીવોની પ્રવૃત્તિમાં ડગલે ડગલે વધારે અને ઉમેરે ' થતો જ રહે છે, તેને પહોંચી વળવા માટે તે બધી પ્રવૃત્તિને તેની ઉપયોગિતાના પ્રમાણમાં વ્યવસ્થિત કરવી પડે છે, તેને માટે સમય, શક્તિ, વિચાર અને સાધને પણ ફાજલ પાડવા પડે છે, અથવા નકામી પ્રવૃત્તિઓ છેડી દઈને નવી પ્રવૃત્તિઓ હાથ ધરી શકાય છે.
આજે જૈન સમાજમાં પ્રવૃત્તિઓ અને પ્રસંગમાં ઘણું વધારે થઈ ગયો છે, સંસ્થાઓ વધી રહી છે, પ્રવૃત્તિઓ વધી રહી છે, ખર્ચા પણ વધી રહ્યા છે, માત્ર આવક વધતી નથી અને કાર્યકરોની સંખ્યા પણુ વધતી નથી. એટલે જરૂરનું એ છે કે વિવેકદષ્ટિ અને બુદ્ધિવડે નિર્ણય થવા જોઈએ કે શેમાં શેમાં અટકવું જોઈએ કે ભી જવું જોઈએ.
ચાલુ પ્રવૃત્તિઓ ઉપર દષ્ટિપાત કરીએ. (૧) વ્યવહાર પ્રવૃત્તિઓ આપણે ઘણી જ વધારી દીધી છે, તેથી જીવનમાં શાંતિ નથી. મનને કલેશ અને દુઃખ વધ્યા છે, ઉત્પાત વધે છે અને પરિણામે ક્રોધ વધે છે, ખર્ચા પણ વધ્યા છે; સામાયિક, પૂજ, વ્યાખ્યાન, વાંચન, અભ્યાસ કે યાત્રા પ્રત્યે રૂચી અને પ્રેમ ઘટ્યા છે, એટલે આખા દિવસમાં સમય અને પ્રવૃત્તિની ગણના કરીએ તો એમ જણાશે કે – (૨) શ્રમજીવીઓ માટે આજીવિકાની પ્રવૃત્તિ આઠથી દસ કલાકની અને તેની પ્રાથમિક અને પશ્ચાદ્દ તૈયારી કે ઘરકામ ત્રણથી ચાર કલાકના રહે છે, બાકીનો સમય ઊંઘ, આરામ કે આળસમાં જાય છે, અથવા ચિંતા, કુથલી કે વ્યસનના સેવનમાં જાય છે. (૩) વેપારીઓને સમય પણ શ્રમજીવનમાં અને ધંધાના વિચારોમાં જાય છે, અને બાકીને સમય જાહેર સંસ્થાઓની પ્રવૃત્તિઓમાં પસાર થાય છે. (૪) ખેડૂત, કારીગર, નોકર, વકીલ, ડૉકટર અને વિદ્યાર્થીઓના જીવનમાં મુખ્ય