________________
[ ૭૨ ]
અનુભવ-વાણી
( ૩ ) ચાંલેા આપનારને ખરી રીતે જમાડવા જોઇએ અથવા તેમને ત્યાં મીઠાઈની ટાપલી મેકલવી જોઇએ. અત્યારના મેઘવારીના સમયમાં આ વ્યવહાર લાભકર્તા નથી પણ ખેાજારૂપ થાય છે. અને જેને ચાંલ્લે આવે તેને ત્યાં લગ્નપ્રસ ંગે જો કાઇ કારણસર ચાંદલા દેવેશ લેવા તેમાં પ્રેમ કે સંબંધ નથી રહ્યા, પણ જમા ઉધારના ખાતા, પાના ફેરવીને જોવાની આદત હાવાથી, અને વ્યવહાર એ ખાંડાની ધાર ગણાતી હાવાથી, સુખને બદલે દુઃખરૂપ બની ગયા છે. આ સંજોગામાં ડાહ્યા માણસા માટે ઉત્તમ એ છે કે ચાંદલો લેવાનુ જ અધ કરી દેવું. અને આપણી શક્તિ હાય તા દરેક સ્નેહીને ત્યાં પ્રસ ંગે યથાશક્તિ ચાંદલા આપવે. આથી કાઇના ઉપકારમાં રહેવાનું બંધ થઈ જશે અને લેાકેાને કશી ટીકા કરવાનુ કારણ રહેશે નહીં.
*
( ૪ ) વ્યવહારના અર્થ લાકા એવા કરે છે કે જેટલું આપણે ખીજાને આપ્યું હોય તેટલુ તેણે આપણને પ્રસંગે પાછું આપવુ જોઇએ. ખરા નિયમ એ જોઇએ કે સુખી અને શ્રીમત માણસ વધુ ચાંદલા આપે અને ગરીબ માણસ પેાતાની શક્તિ અનુસાર શ્રીમતને ત્યાં ચાંલા આપે. આ રિવાજ હાય તા જ ગરીબને ચાંલાખમાં મદદરૂપ થાય—આવે. ઉદાર ભાવ રાખતા આપણે ક્યારે શીખીશું ?
વાચકગણુ આ બધા પ્રસગામાં પાતે કયા મા` અખત્યાર કરવા અને શેમાં વધુ લાભ અને હિત સમાયેલું છે તેના વિચાર કરી મક્કમપણે પેાતાના નિર્ણયને વળગી રહી તે પ્રમાણે વર્તવા કટિબદ્ધ થશે અને ખીજાઓને તેમ કરવા પ્રેરશે તે સમાજ અવશ્ય સુખી થશે અને શાન્તિ પામશે.