________________
મહત્વને બેધપાઠ
[ ૭૧] જેવા મળે તે તો લેકોને પણ વરઘોડા જેવા ગમે, પરંતુ અત્યારે તે જે રીતે વરડા નીકળે છે તેવા વરઘોડાની મહત્તા લેકના મનને કશી કીંમત નથી.
(૬) જમાને આજે એ માગે છે કે વરડાની પ્રથા બંધ થવી જોઈએ. અને વરકન્યાના બન્ને પક્ષના સૌ સભ્યએ એક જ નક્કી કરેલ સ્થાનમાં ભેગા મળીને મુહૂર્ત સમયે થતી લગ્નવિધિની ક્રિયા બહુ સુંદર રીતે વરકન્યાની આસપાસ શાંત ચિત્તે બેસીને નીહાળવી જોઈએ. અને હસ્તમેળાપ થઈ રહ્યા પછી વરકન્યા સૌની પાસે જઈ વ્યક્તિગત દરેકને પગે લાગે ત્યારે દરેકે તેમને આશીર્વાદ આપવા જોઈએ અને જે કાંઈ ભેટ આપવી હોય તે તે વખતે આપવી જોઈએ. આ રીતે મળેલી ભેટ કે રોકડ રકમ વરકન્યાની માલિકીની રહેવી જોઈએ. ચાંદલા :–
(૧) લગ્ન પ્રસંગે સંબંધ અને અરસપરસના વ્યવહાર પ્રમાણે ચાંદલો કે ભેટ આપવાને રિવાજ પુરાણા સમયથી ચાલ્યો આવે છે. આ રિવાજને હેતુ બહુ જ ઉત્તમ હતો કે દર વરસે કકડે કકડે અકેક બબ્બે કે પાંચ રૂપીઆની રકમ બીજાને ત્યાંના લગ્નપ્રસંગે આપણે આપી હોય તે આપણને બોજારૂપ ન થાય. અને આપણે ત્યાંના લગ્નપ્રસંગે આપણને ચાંદલાની સારી એવી રકમ આવે તે આપણને લગ્નના ખર્ચમાં કામમાં આવે અને મોટા ટેકારૂપ થાય. એટલે રોકડ રકમ આપવાનો રિવાજ વિશેષ પસંદ કરવા લાયક છે.
(૨) પરંતુ કપડા, દાગીના કે ભેટની બીજી ચીજો આપવાને રિવાજ વધતું જાય છે તે બેજારૂપ થાય છે અને તે ઈચ્છવા છે નથી. કેમકે ભેટની ચીજો ઉપર અધિકાર વર કે કન્યાને રહે છે. એટલે રોકડ રકમ લગ્નના ખર્ચમાં ઉપયોગમાં આવી શકે છે, પણ ભેટની વસ્તુ તે ભારરૂપ અથવા કબાટમાં શોભારૂપ થાય છે. બીજાને ત્યાંના લગ્નમાં તેમાંથી ભેટ આપવાના કામમાં તેને ઉપયોગ થાય છે, તેને વેચીને તેના પૈસા કરતા નથી.