________________
જૈન સમાજની આર્થિક સમશ્યા
[ ૮૯ ]
સારા છે. પણ વગર મહેનતે માત્ર દાન કે યા ખાતર મદ ભાગવી કે આપવી તેમાં સમાજના અને આપણા ઉત્કર્ષી છે કે અધ:પતન છે? તેનેા ડાઘા પુરુષે વિચાર કરવાના રહે છે.
‘ન્યાયસંપન્ન વૈમ” એ પ્રત્યેક જૈનને માટેની શાસ્ત્રના છે, સંપૂર્ણતયા આ સૂત્રને અમલ સૌ કાઈ કદાચ ન કરી શકે, પરંતુ ઠીક ઠીક પ્રમાણમાં તે તેવું જીવન દરેકે જીવવું જોઇએ કે નહિ ? આજે જો જૈન સમાજના વનનું અન્વેષણ કરવામાં આવે તે! તપાસમાં શુ જારો ? આજે સમાજમાં કુટુંબકલેશ, ઝગડા, તકરાર, ખેડા, કાવાદાવા, દાવારિયાદી અને એવું એવું જે અનિષ્ટ જોવામાં આવે છે તે અગાઉના કરતાં ઓછું છે કે વધુ ? દગા, વિશ્વાસઘાત, લાંચ-રૂશ્વત, જૂ:, અપ્રમાણિકતા, ઈર્ષ્યા અને અનીતિનું પ્રમાણ વ્યવહારમાં અને વેપારધંધામાં વધ્યું છે કે ઘટયું છે ? જેએ શ્રીમંત કે બહુ જ શ્રીમત અને છે તેમાં પૂર્વજન્મના પુણ્યબળને અને નીતિના કેટલા હિસ્સા હશે અને અનીતિના કેટલા હશે ? જુગારને દુર્ગાણુ કે વ્યસન કહ્યુ છે અને જુગાર અને ચારીને અનંનું મૂળ કહ્યું છે, સટ્ટો કે વાયદાને વેપાર એક પ્રકારનેા જુગાર ગણાય કે કેમ તે તે જ્ઞાની અને તત્વજ્ઞ કહી શકે, પણ આજે આ બે પ્રકારની પાપપ્રવૃત્તિમાંથી આપણે કેટલા પ્રમાણમાં મુક્ત છીએ ? અથવા કાણુ મુકત છે? અલબત્ત અજૈનાની તુલનામાં જૈનનુ જીવન અમુક અંશે સારું, સાત્વિક અને ધર્મભીરુ હાય છે, તેટલા પૂરતા આપણે સતાપ લઈએ. પરંતુ ક્રમે ક્રમે ધર્મની ભાવનામાં અને ધર્મકરણીમાં તે આપણે ઉતરતા જઇએ છીએ. પરંતુ નીતિ, આચરણ અને વ્યવહારશુદ્ધિનું પ્રમાણ જૈન સમાજમાં ઘટતુ જાય તા તે બહુ જ દુ:ખદ અને શાકજનક સ્થિતિ ગણાવી જોઇએ. આમાં આપણે વગેાવાએ તે તે ઠીક પણ ઉત્તમ એવા ધ વગેાવાય, અને તે આપણા આવા વર્તનથી વગેાવાય તે આપણા માટે બિલકુલ ઉચિત ન જ ગણાય.