________________
[૨૦]
અનુભવ-વાણ
સમાજની આર્થિક સ્થિતિ સુધારવી હોય તે ૧. પ્રત્યેક વ્યક્તિએ આવકના પ્રમાણમાં ખર્ચ રાખવો પડશે અને કરકસરથી જીવન ચલાવવું જોઇશે. ૨. ખર્ચ કમી ન થઈ શકે તે ફુરસદના વખતમાં બીજુ વધારાનું કામ કરી આવક વધારવી જોઈએ. ૩. વ્યવહાર ઓછો કરી વ્યવહારિક પ્રસંગે સાદાઈથી ઓછા ખર્ચે પતાવવા પડશે. ૪. કુટુંબની નાની મોટી દરેક વ્યક્તિએ ઘરનું કામ જાતે કરી પૈસા બચાવવા જોઈશે અને બહારનું કામ કરી દરેકે ઓછા વધુ કમાવું પડશે. ૫. આળસુ, પ્રમાદી અને દરિદ્રીને ઉત્તેજન આપવું બંધ કરવું પડશે અને ૬. મફતનું મેળવવાની વૃત્તિને ઉત્તેજન આપવું બંધ કરી તેને બદલે પરિશ્રમ કરનારને સ્વાશ્રયી અને સ્વમાની બનાવવામાં સમાજના સાધનો ઉપયોગ કરતા શીખવું પડશે. આ બધું કૉન્ફરન્સ જરુર કરી શકે.
(૨) ગામડાને ઉત્કર્ષ કેમ થઈ શકે? મા મડામાં જે વિદ્યાર્થીઓ ભણવામાં હોશિયાર હોય તે આગળ Iઇ ભણવા માટે શહેરમાં જાય છે. જેઓ પૈસે-ટકે ઘસાઈ ગયા હોય અને શરીરે અશક્ત હોય અને પ્રકૃતિએ સાહસિક હોય તેઓ પણ કરી કે ધંધાની ધમાં મોટા શહેરોમાં જાય છે, જેઓ ઉછરતા યુવકે હોય અને જેનામાં આગળ વધવાની તમન્ના હોય તેઓ પણ તક મળતાં ગામ છોડીને પરદેશ જાય છે, મજૂરી કે કામકાજ ન મળતા હોય તેઓ પણ પરદેશ જાય છે. જેઓ સારા કારીગર હેય પણ વધુ કમાવાની ઈચ્છાવાળા હોય તેવા મોચી, ધોબી, હજામ, સુતાર, લુહાર, સની અને ખત્રીલેકે પણ ગામ છોડીને પરગામ જાય છે. બ્રાહ્મણમાં જેઓ ક્રિયાકાંડી, પૂજારી, જ્યોતિષી કે રસોઈયા હેય તેઓ પણ વધુ ધન કમાવાની ઈચ્છાથી શહેરમાં જાય છે. જેઓને