________________
વ્યાપારની વ્યવહારુ યેજના :
[૧૭] ભરવાનું અને શીવવાનું તથા ગુંથવાનું કામ દરરોજ નિયમિત રીતે ધંધા તરીકે કરે છે અને એ રીતે રે કમાય છે. આ બહેને કેવી ઉદ્યમી છે, કેવી મહેનતુ છે અને કેટલી આવડતવાળી છે! તેની પાસેથી આપણી બહેને કાંઈ બોધપાઠ લેશે ખરી ?
૧૨. અગરબત્તી, કાગળની થેલીઓ, શીવવાના દેરાના દડા દડીઓ બનાવવાનું અને શીલાઈનું કામ બહેનો તથા ભાઈઓ શા માટે ન શીખે અને ન કરે? સુતર કે ઉન કાંતવાને ઉદ્યમ લેવા, પીંજવા કે વણવાને ઉદ્યમ દરેકના ઘરમાં ફરજીયાત દાખલ કરવો જ જોઈએ, તે જ આપણી આળસ, પ્રમાદ કે જડતા ખંખેરાશે.
૧૩. દેશી ઘરગથ્થુ દવાઓ, ફાકી, ઉકાળા, ગોળીઓ કે મલમપટ્ટા વૈદક રીતિએ પદ્ધતિપૂર્વક બનાવવામાં આવે છે તેમાં પણ સારામાં સારી કમાણી છે. આંજણ, ધુપેલ, સુગંધી તેલ વિગેરે કેટલા બધા પ્રમાણમાં આજે ખપે છે ? પહેલા આ બધા ઘરઉદ્યમ હતા, આજે વેપારીઓ અને કારખાનાવાળાઓ તે ચીજ મોટા પ્રમાણમાં બનાવીને વેચે છે એટલે આપણે આળસુ અને બેકાર બન્યા પણ આ બધા ધંધાને ફરીને સજીવન કરવા હોય તો જરૂર થઈ શકે તેમ છે, આ વસ્તુ અશક્ય નથી.
૧૪. સુતર, કાથી કે સુતળીની દેરી, દોરડા વણવાનું, ખાટલાની પાટી બનાવવાનું, ધાબળા, ચીફાળ અને પછેડી વણવાનું, સ્ત્રીઓના પહેરવેશના સાડલા, ચણીયા કે પોલકા છાપવાનું કામ સ્ત્રીઓ પોતે શીખે તે શું ખોટું ? ગામડામાં ખત્રી, છીપા, રંગારા કે ડબગર લેકે હજુ પણ છાપવાનું અને રંગાટનું કામ કરે છે અને તેઓ વાણી કરતાં વધુ કમાય છે.
૧૫. ગામડાના લેકેને માટે, ખાસ કરીને ખેડૂત કેમની સગવડ માટે સરકારની ખાસ ઈચ્છાથી અનેક નાની મોટી સહકારી મંડળીઓ ગામડામાં કામ કરી રહી છે, તેનું સંચાલન અને વહીવટ ગામડાને