________________
સમાજજીવન અને સગઠન *
[ ૪૩ ]
થવુ એનુ જ્ઞાન અનુભવથી આપેાઆપ સૌને થઇ જાય છે. આનું નામ સમાજવ્યવસ્થા, સમાજશાસ્ત્ર કે જ્ઞાતિબંધારણ. તેમાં મેટા ભાગના લેાકેાના જીવનવ્યવહાર વધુ સરળ બને તે ખ્યાલમાં રાખીને સમાજના નીતિ અને નિયમે વધુ માણસાને અનુકૂળ પડે તેવા ધડાય છે. આનુ નામ લોકાચાર કે વ્યવહાર છે.
બીજી રીતે વિચારીએ તા વ્યક્તિગત જીવન એ નિર્મૂળતાનુ કારણરૂપ છે. પેાતાના રક્ષણ અને સલામતી માટે સૌ સમૂહબળને આશ્રય ઈચ્છે છે. આનુ નામ સંપ કે ઐકય એટલે સલામતી માટે સંપ કે ઐકયની જરૂર રહે છે, અને સંપને માટે સ્નેહ, ત્યાગ અને ભાગની જરૂર રહે છે. આ ભાવનાથીજ સમાજ રચાય છે, ટકે છે અને આપસઆપસને સંબંધ બંધાય છે.
tr
આવી ઉત્તમ ભાવનામાંથી સમાજની રચના સર્જાઈ છે, પરંતુ આજે તેા “સાપ ગયા અને લીસાટા રહ્યા,” તેવા વ્યવહાર થઇ ગયા છે, દંભ, દેખાવ અને કૃત્રિમતા વ્યવહારમાં વધી ગયા છે, પ્રેમ, લાગણી અને સેવાભાવનાં નિર્મળ ઝરણાં સુકાઇ ગયાં છે, છતાં ખાટાને સાચું માનવાની અને મનાવવાની રૂઢી પ્રચલિત બની ગઇ છે અને તેને વ્યવહારમાં બહુ જ મહત્ત્વ અપાઈ રહ્યું છે.
જૈન સમાજના ઉત્કર્ષ અને વિકાસ માટે તથા તેનું સીમાક્ષેત્ર વિસ્તારવા માટે શું શું કરવું અત્યંત આવશ્યક છે તે પ્રત્યે ચતુર્વિધ સંધના દરેક અંગે બહુ જ ગંભીરતાપૂર્વક અને બારિકાથી લક્ષ આપવાની જરૂર છે. જો તેમ નિહ કરીયે અને ચાલ્યા આવતા સમયના અને રૂઢીના પ્રવાહમાં તણાતા રહીશું, તે તેનું પરિણામ કેટલુ' ગંભીર આવશે, તે દરેક વિચારવતે વિચારવું જરૂરનું છે. મૂળભૂત ધર્મના એક જ અંગમાંથી અનેક ઉપાંગા, શાખાપ્રશાખા, ગચ્છભેદ અને વાડાભેદ વધતા વધતા આજે સમાજ નાના નાના વર્તુળામાં વહેંચાઈ ગયા છે. એક વખત એવા પણ આવે કે જૂના સ ંખ્યાબળવાળા ફિરકાઓ નાબૂદ