________________
[૪૪]
અનુભવ-વાણી
થઈ જશે અને અત્યારની નવી નવી અમુક શાખાઓ પ્રચાર, જાગૃતિ અને સંઘબળને કારણે મોટા સમુદાયને આવરી લેશે અને એક એક બળવત્તર શાખા તરીકે જીવતી જાગતી ફાલશે અને ફૂલશે. “વેતાંબર મૂર્તિપૂજક, સ્થાનકવાસી અને દિગંબર, એ ત્રણે ફિરકાના નાયકેએ અને શ્રમણવર્ગો જાગવાની, વિચારવાની. અને કંઈક કરવાની જરૂર છે. ગચ્છના અને પંથના ભેદોને છેદીને એક વિશાળ સમાજની રચના થવાની હવે બહુ જ જરૂર છે. જગતના દેશો ભેગા મળી સમૂહગત રીતે કામ કરે છે. જ્ઞાન ને વિજ્ઞાનની, ધર્મ અને શાસ્ત્રોની સંયુક્ત પરિષદમાં દરેક જૂથ અને દેશના ટોચના મહાપુરુષો અને વિદ્વાને ભેગા મળી ઉત્કર્ષ અને વિકાસની ચર્ચાઓ કરી શકે છે, અને સહકારથી કાર્ય કરી શકે છે તે આપણા ત્રણે મોટા ફિરકાઓ સાથે મળીને સર્વમાન્ય બાબતોમાં કામ કેમ ન કરી શકે ? મહાવીર પ્રભુને સૌ કોઈ માને છે અને પૂજે છે, છતાં તેને જન્મ મહોત્સવ સ થે મળીને ઉજવવામાં પણ સંમત ન થાય તે સમાજની અવદશા કે દુર્દશા જ ગણાય!
જૈન ધર્મમાં સમભાવ, સહિષ્ણુતા, સહકાર, સંયમ, પાપક્રિયાને ત્યાગ, વિગેરે ભારોભાર ભર્યું છે અને તે આચરવાને ઉપદેશ પૂ. આચાર્ય દેવો દરરેજ આપે છે, પરંતુ જ્યારે ત્રણે ફિરકાના સહધમી બંધુઓ ભેગા મળીને સંયુક્ત રીતે જન્મકલ્યાણક ઉજવે, વરઘોડો કાઢે, સભા ભરે કે ધર્મપ્રભાવના કરે ત્યારે દરેક જૂથના અગ્રપુરુષો અને મહાપુરુષો સાથ આપવાને બદલે પ્રતિરોધ કરે કે અવધ કરે અને પિતાના સમૂહે જુદું કરવું એ પ્રકારને ઉપદેશ અપાય તો શાસનને ઉદ્યોત કેમ થશે ? અને જૈન ધર્મ વિશ્વવ્યાપી કરવાની ભાવના કઈ રીતે પાર પડશે ? સંસારના બંધનમાંથી છૂટીએ તે મુક્તિ મળે. ધર્મ આમ કહે છે પરંતુ ધર્મના નામે સંકુચિતતા, અહંભાવ, બીજાને અનાદર વિ. ના બંધને એ શું બંધને નથી ? આવા બંધનમાંથી છૂટવા આપણે પ્રયત્ન ન કરીયે અથવા તેવો ઉપદેશ આપવામાં ન આવે તો