________________
ભાવીની ભયંકર આગાહી
[૪૫] છૂટી શી રીતે શકાશે ? કઈ પણ જાતના બંધન કે પાશને પોતે પ્રરૂપે કે પ્રેરે તે પોતે મુક્ત ન થઈ શકે કે બીજાને પણ મુક્ત ન કરી શકે. જૈન ધર્મ વિશ્વ ધર્મ તો જ બને કે જે તેને મર્યાદાથી બાંધી ન લેતાં તેને વિશ્વભરમાં પ્રચાર થાય અને વિશ્વબંધુત્વની ભાવના દરેક જૈનના જીવનમાં મન, વચન અને કાયા દ્વારા ફાલેફુલે અને ફેલાય.
( ૧૨ ) ચતુર્વિધ સંઘ માટે ભાવીની ભયંકર આગાહી
I ઈ પણ શાસનપ્રેમી માણસ શાસનનું અહિત ઈચ્છે પણ નહિ
અને અહિત થાય તેવું પગલું પણ ભરે નહિ, છતાં મનુષ્યસ્વભાવ એવો છે કે દરેક મનુષ્ય પોતાની જાતને ડાહ્યો, સમજુ, અનુભવી, બુદ્ધિશાળી અને લેકહિતેચ્છુ માને છે, અને પોતાને જે સાચું, સારું અને વ્યાજબી લાગે તે પ્રમાણે પોતે વર્તે છે અને બીજાઓને વર્તવાને આગ્રહ કરે છે. અંગત બાબતમાં માનવી પિતાની ઈચ્છા કે માન્યતા મુજબ કદાચ વર્તે તે તેનું વર્તન જે સમાજને નકશાનકારક ન હોય તે તેને તેમ વર્તવાને અધિકાર હોઈ શકે. તેમ છતાં સમાજના નિયમોથી વિરુદ્ધ વર્તન હોય અને તે વર્તનથી વર્તન કરનારાનું પિતાનું જ અહિત થતું હોય તે સમાજના ડાહ્યા પુરુષો તેવું વર્તન ન કરવા તે માનવીને સલાહ આપે છે, સમજાવે છે અથવા તે દબાણ કરે છે. તે માનવી તે સલાહ માન્ય રાખે તો તેમાં તેને પોતાને જ લાભ છે. પણ ધારો કે તે માનવી તે સલાહને અવગણે છે, તો તેનું પરિણામ તેને પોતાને જ ભોગવવાનું રહે છે. “વાર્યા નથી રહેતા તે હાય ઠેકાણે આવે છે. પરંતુ તેને ખૂબ ખૂબ ઊહાપોહ કરે, તેને ચર્ચાને વિષય બનાવ, કે વર્તમાનપત્રોમાં મોટા મોટા વિરોધી લેખ લખી સમાજનું આખું વાતાવરણ ડહોળી નાખવું તે જરા પણ ઉચિત, વ્યવહાર કે શોભારૂપ નથી. વિદ્વાન ગણાતા પુરુષ કે મહાપુ સીધી