________________
[૪૨ ]
અનુભવ-વાથી જગતને એ સર્વમાન્ય સિદ્ધાંત છે કે બળીયાના બે ભાગ” “મારે તેની તલવાર” “સૌથી વધુ લાયક હશે તે જ જીવી શકશે.” પ્રથમ પેટેબા, પછી વિઠેબા,” “કૂવામાં હશે તે જ હવાડામાં આવશે.” “પહેલું ધન ધાન્ય, પછી ધર્મ,” “પ્રથમ ગૃહસ્થાશ્રમ પછી વાનપ્રસ્થાશ્રમ કે સંન્યસ્તાશ્રમ,” “પ્રથમ ભાગ પછી ત્યાગ,” “ધન હશે તે દાન ધર્મધ્યાન કે ધર્મ ક્રિયા થઈ શકશે, શરીરના પોષણ માટે અન્ન હશે, તો મનના પિષણ માટે ધર્મ પમાશે,” આ બધી અનુભવસિદ્ધ પૂર્વજોની લેક્તિ છે અને તેથી તે સનાતન સત્ય છે માટે તેને અનુસરવું.
ધર્મશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, ગૃહવિજ્ઞાનશાસ્ત્ર અને બધા શાસ્ત્ર એક જ સિદ્ધાંત સ્વીકારે છે કે તમારામાં જે જે બળ, શક્તિ કે ભાવના હોય તેને સંપૂર્ણ ઉપયોગ કરી ઉત્તરોત્તર તેને ખીલ, તે દ્વારા બહારના જગતના સાધને, શક્તિ અને સંપત્તિના માલિક બને, તેમાંથી તમારા પિતાના ઉપયોગ માટે જરૂર પૂરતું જ વાપરે કે ખર્ચ કરી, બાકીનામાંથી માનવ જાતને દરેકની યોગ્યતા અને ઉપયોગિતા મુજબ સહાય કરે અને ભવિષ્યના ભયાનક અને ભષણ કપરા કાળના ઉપયોગ માટે કંઈક સાચવી રાખો. સમાજને જોઈએ છીએ-અત્યારે આવા સેનાપતિ કે જે આ સંદેશ સૌના હૃદયમાં સ્ટ્રરાવે, સૌને શૂરાતન ચડાવે અને ભૂતકાળની ભવ્યતા ફરી ફેલાવે.
( ૧૧ ) સમાજજીવન અને જૈનોનું સંગઠન
2 ] ણસ એ સામાજિક પ્રાણી છે. સમાજથી તદ્દન અલગ કે ' અલિપ્ત, ફક્ત કોઈ તપસ્વી, યોગી કે મુનિરાજ રહી શકે. એટલે માણસ માણસ વચ્ચેનો સંબંધ કેમ જાળવવો અને એક બીજાનાં સુખદુઃખના પ્રસંગમાં એક બીજાને મદદરૂપ અને આશ્વાસનરૂપ કેમ